કલકત્તાથી રૂપલલનાઓને બોલાવી છાપરામાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, 3ની ધરપકડ
જ્યાં રબારીવાડના મકાનમાંથી એક યુવતી મળી આવી હતી. પોલીસે સોહિલ તથા વસીમ મલેકને ઝડપી પાડ્યા હતા. જ્યારે વડોદરા ખાતે રહેતો મોહસીન ઈકબાલ રાણા ફરાર હતો. પોલીસે તેમની પાસેથી રોકડા રૂા. 650 તથા ત્રણ બાઈક મળી કુલ રૂા. 55 હજારનો મુદમાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજી તરફ ચકડોળ ગ્રાઉન્ડ પરના છાપરામાંથી મનજી સોલંકી ઝડપાઈ ગયો હતો. જ્યાંથી બે યુવતી મળી આવી હતી. ત્રણેય યુવતીઓની પૂછપરછ કરતા તે કલકત્તાની રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએજ રીતે બીજી તરફ ચકડોળ ગ્રાઉન્ડ પર આવેલા છાપરામાં રહેતો ચંદુ મનજી સોલંકી (રહે.જૂનાગઢ, હાલ રહે. ખંભાત) અને ગોવિંદ સોમા (રહે. રાલજ) પોતાના છાપરામાં દહેવિક્રયનો ધંધો ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે આણંદ એસઓજીએ ખંભાત પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખંભાતના રબારીવાડ ખાતે રહેતા સોહિલ ઉર્ફે કાલુ મનુ રાણા તથા મનુ જીસાહેબ રાણા પરપ્રાંતિય યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખી દેહવિક્રયનો ધંધો કરી રહ્યા હોવાની માહિતી આણંદ એસઓજીને મળી હતી.
આણંદ: ખંભાત પોલીસ અને આણંદ એસઓજીને મળેલી બાતમીના આધારે એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. ખંભાત તાલુકાના રબારીવાડ મકાનમાં અને ચકડોળ ગ્રાઉન્ડમાં છાપરામાં છેલ્લાં કેટલાંય સમયથી ધમધમી રહેલા કુટણખાના પર રેડ કરી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ કલકત્તાથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમની પોલીસે ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -