કપડવંજઃ NRI યુવકે પત્નીના ત્રાસથી જન્મદિવસે જ કર્યો આપઘાત, FB પર મિત્રતા થયા પછી કર્યા હતા લગ્ન
કપડવંજઃ આતરસુમબાના એનઆરઆઈ યુવકે પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્ની અને તેના ભાઈઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીએ સ્ત્રીને લગતા કાયદાનો દુરુપયોગ કરી ખોટા કેસ કર્યા હતા.એટલું જ નહીં, યુવક પાસેથી તેની પત્નીના ભાઈઓએ 35-40 લાખ પડાવ્યા હતા. મરતાં પહેલા તેણે લખેલી સૂસાઇડ નોટમાં તેણે પત્નીના ત્રાસથી આત્મહત્યા કર્યાનું જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, આતરસુમબાનો શૈલેષ પટેલ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. શૈલેષ ફેસબૂકથી અમદાવાદની ભૂમિકા જોશી નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ફેસબૂક પર મિત્રતા થતાં તેણે ભૂમિ સાથે લગ્ન કરી લીધો હતો.
જોકે, લગ્નના આઠ જ દિવસ પછી ભૂમિએ પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો. ભેજાબાજ સાસરિયાં અને પત્નીના ત્રાસથી યુવકે જન્મ દિવસે જ આત્મહત્યા કરી લીધી છે. આતરસુમબા પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -