Shani Sade Sati and Dhaiya Effect: હિન્દુ ધર્મ ગ્રંથમાં શનિવારનો દિવસ મુખ્ય રૂપે શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.


 જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તો તેમણે મુખ્ય રીતે શનિદેવના પ્રસન્ન કરવા વિશેષ પૂજન અર્ચન કરવું જોઇએ. હાલ મોજૂદા સમયમાં શનિ મકર રાશિમાં વિરાજમાન છે. જેના કારણે મકર, ધનુ, કુંભ સાડાસાતી ચાલે છે. જ્યારે તુલા, મિથુન, રાશિમાં પનોતી ચાલે છે. જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય છે. તે રાશિના જાતકે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


શનિના અશુભ અને અમંગળકારી પ્રભાવથી બચવા માટે મકર, કુંભ, ઘનુ, મિથુન અને તુલા રાશિના જાતકે શનિવારના દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજન આરતી કરવાથી તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. તો જાણીએ શનિના આરતીની મહિમા


શનિદેવની આરતીનો મહિમા
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પૂજન અર્ચન બાદ આરતીની પરંપરા છે. શનિવારના દિવસે શનિદેવની આરતી કરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે, શનિવારના દિવસે શનિ ચાલીસા,અને શનિ મંત્રોના જાપ કર્યાં બાદ શનિદેવની આરતી કરવી જોઇએ. આ રીતે ભક્ત શનિની મહાદશાને ઓછી કરી શકે છે. શનિદેવની આરતી, સરસોનું તેલમાં કાળા તલ નાખીને દીપક કરીને કરવી જોઇએ.


શનિદેવની આરતી
જય જય શનિદેવ ભક્તન હિતકારી, સૂર્ય પુત્ર પ્રભુ છાયા મહતારી, જય જય શનિ દેવ...


શ્યામ અંગ વક્ર દષ્ટી ચતુર્ભુજ ધારી, નિ લામ્બર ધાર નાથ, ગજ કી અસવારી, જય જય શનિ દેવ...


ક્રિટ મુકુટ શીશ રાજિત દિપત  હૈ લિલારી, મુક્તન કી માલા ગલે શોભિત બલિહારી, જય જય શનિ દેવ...


મોદક મિષ્ઠાન, પાન ચઠત હૈ સોપારી, લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી, જય જય શ્રી શનિ દેવ..


દેવ દનુજ ઋષિ મુનિ સુમિરત નર નારી,  વિશ્વનાથ ધરત  ધ્યાન શરણ હૈ તુમ્હારી, જય જય શનિદેવ..