ગાંધીનગરઃ આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો. શક્તિની ભક્તિનું પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રી નવરાત્રિને લઈ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત આયોજનો કરાયા છે.







આજે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ચૈત્રી નવરાત્રિમાં દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.


નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. શૈલ એટલે પથ્થર કે પર્વત. મા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં તેના નામની જેમ સ્થિરતા જળવાઈ રહે છે. જીવનમાં અડગ રહીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.


નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કર્યા બાદ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. પુરાણોમાં, કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રિમાં પ્રથમ કળશની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે મા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે.


 


 


જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો


GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન