Hindu Tradition:  હિન્દુ ધર્મમાં (Hindu Dharma) અનેક પ્રકારની પરંપરાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. પગને સ્પર્શ કરીને અથવા હાથ જોડીને નમસ્કાર કરવાથી લઈને પૂજા દરમિયાન માથું ઢાંકવા અને કપાળ પર તિલક લગાવવા સુધી. હિન્દુ સંસ્કૃતિમાં તિલક (Tilak) કરવું ધાર્મિક રીતે ફરજિયાત છે. સ્ત્રી અને પુરૂષ બંને તિલક કરે છે. પરંતુ મહિલાઓના કપાળ પર બિંદી (ચાંદલો) લગાવવા પાછળ એક વિશેષ ધાર્મિક માન્યતા (Religious Beliefs) છે.


સ્ત્રીના કપાળ પર ચાંદલો (બિંદી) લગ્નની નિશાની


સ્ત્રીઓના કપાળ પર બિંદી લગાવવી એ માત્ર સ્ટાઈલ સ્ટેટમેન્ટ (Style Statement) કે સુંદરતાની વાત નથી. તેના બદલે તે સોળ શ્રૃંગાર સાથે સંબંધિત છે. તેથી, દરેક પરિણીત મહિલાએ તેના કપાળ પર બિંદી લગાવવી ફરજિયાત છે. કારણ કે સ્ત્રીના કપાળ પર બિંદી લગ્નની નિશાની માનવામાં આવે છે જેમ કે સિંદૂર, મંગળસૂત્ર (Mangalsutra) અને બંગડીઓ વગેરે. વિવાહિત સ્ત્રીના કપાળ પર બિંદી લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.


કપાળ પર બિંદીનું ધાર્મિક મહત્વ શું છે?


બિંદીના ઘણા નામ છે જેમ કે બિંદિયા, ટિકલી, બોટ્ટુ, ટીપ, કુમકુમ વગેરે. ગોળાકાર બિંદીનો અર્થ બૂંદ અથવા કર્ણ છે. પરિણીત મહિલાઓએ કપાળ પર રંગબેરંગી બિંદી લગાવવી જોઈએ. રંગબેરંગી બિંદી લગ્નની નિશાની છે. ધાર્મિક માન્યતા અનુસાર લાલ રંગની બિંદી લક્ષ્મીજી (Lakshmiji) સાથે સંબંધિત છે. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shahstra) અનુસાર, લાલ બિંદુ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે, કારણ કે આ રંગનો કારક મંગળ છે. તેથી, એક ધાર્મિક માન્યતા છે કે સ્ત્રીઓ માટે લાલ બિંદી પહેરવાથી સુખી દામ્પત્ય જીવન (Happy Married Life) આવે છે.


બે ભ્રમરોની (Eyebrow) વચ્ચે કપાળ પર બિંદી લગાવવામાં આવે છે. આ શરીરનું છઠ્ઠું ચક્ર છે, જેને આજ્ઞા ચક્ર, ભ્રમર ચક્ર અથવા ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. આ ચક્રોનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે. જ્યારે આ સ્થાન પર બિંદી મૂકવામાં આવે છે એટલે કે આ ચક્રો, તે એવી શક્તિઓ વિકસાવે છે જે આંતરિક જ્ઞાનને વધારે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.