Ganesh Chaturthi 2021 Date: પંચાગ મુજબ ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે. આ તહેવાર તમામ દેવતાઓમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવાનો તથા તેમને પ્રસન્ન કરવાનો સૌથી સારો અવસર છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર 2021ના રોજ મનાવાશે.
દેશભરમાં આ દિવસથી 10 દિવસના ગણેશોત્સવનું આયોજન થાય છે. આ દિવસોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમના મનપસંદ 10 ભોગ લગાવવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ ભગવાનની કૃપાથી રિદ્ધી સિદ્ધી તથા સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
બાપની કૃપા માટે ગણેશોત્સવ દરમિયાન લગાવો આ ભોગ
મોદકઃ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપના થાય છે. આ તેમના જન્મોત્સવનો દિવસ છે. તેથી આ દિવસે તેમને સૌથી પ્રિય મોદકનો ભોગ ધરાવાય છે.
મોતાચુર લાડુઃ ભગવાન ગણેશને મોતીચુરના લાડુ પણ ખૂબ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીના પર્વ પર તેના બાલ રૂપનું પૂજન કરીને મોતીચુરના લાડુનો ભોગ લગાવો.
બેસન લાડુઃ ભગવાન શ્રીગણેશને બેસનના લાડુ પણ અતિ પ્રિય છે. તેથી આ 10 દિવસમાં એક દિવસ બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો.
ખીરઃ એક કથા અનુસાર માતા પાર્વતી, મહાદેવ માટે જ્યારે ખીર બનાવે છે તો પુત્ર ગણેશ તે પી જાય છે. તેથી ભગવાન ગણેશને ખીર અવશ્ય ચઢાવવી જોઈએ.
કેળાઃ સનાતમ ધર્મમાં કેળાનો ભોગ ઉત્તમ માનવામાં આવ્યો છે અને તે ભગવાન ગણેશને પણ પસંદ છે. તેથા કેળાનો ભોગ અવશ્ય લગાવો.
નારિયળઃ ધાર્મિક કાર્યોમાં નારિયળ ખૂબ શુભ છે. તેથી આ દિવસોમાં કોઈ પણ દિવસે ભગવાન ગણેશને નારિયળનો ભોગ લગાવો.
પીળા રંગની મીઠાઈઃ પીળો રંગ ગણેશજીને ખૂબ પ્રિય છે. તેથી પીળા રંગની મીઠાઈનો ભોગ જરૂર લગાવો,
મખાને ખીરઃ મખાનેની ખીર બનાવીને ભગવાન ગણેશને ભોગ લગાવો.