Shani Dev, Shani Pradosh Vrat: શનિ દેવ અંગે કહેવાય છે કે જ્યારે નારાજ થાય છે ત્યારે વ્યક્તિનું જીવન સંકટ, પરેશાની અને અડચણોથી ભરી દે છે. વ્યક્તિ રાજાથી રંક બનવાની સ્થિતિમાં આવી જાય છે. શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કળિયુગના દંડાધિકારી પણ ગણાવાયા છે. આ કારણે દરેક લોકો શનિ દેવને શાંત રાખવા ઈચ્છે છે.


4 સપ્ટેમ્બર 2021ના રોજ છે પુષ્ય નક્ષત્ર


પંચાગ અનુસાર 4 સપ્ટેમ્બર, શનિવારને પુષ્ય નક્ષત્ર છે. જે સાંજે 5.45 સુધી રહેશે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રમાં પૂજા અને શુભ કાર્ય કરવાથી સારા પરિણામ મળે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા પણ ગણાવાયો છે. આ વખતે શનિવારના દિવસે બનતાં વિશેષ સંયોગના કારણે શનિદેવની પૂજાનું મહત્વ વધી જાય છે. આ દિવસે શનિ દેવની આરતી અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિશેષ વાત એ છે કેઆ નક્ષત્રનો સ્વામી શનિ દેવ જ માનવામાં આવ્યો છે.


શનિ દેવ કોના ભક્ત છે


શનિ દેવને ભગવાન શિવના ભક્ત ગણાવાયા છે. શનિ, સૂર્યના પુત્ર છે. પિતાથી નારાજ થવા પર એક વખત શનિ દેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિ દેવના તમામ ગ્રહોના ન્યાયાધીશ બનાવ્યા હતા. પ્રદોષ વ્રત પર તેથી શનિ દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. તેની સાથે શનિ દેવની પૂજાનો વધુ એક સંયોગ બની રહ્યો છે.


IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ફરીથી કયા દિગ્ગજ ખેલાડીની કોહલીએ કરી અવગણના ?


ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદની તોફાની બેટિંગ, ક્યા ક્યા દિવસે ભારે વરસાદની અંબાલાલ પટેલની છે આગાહી ? 


અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા જશે કે નહીં ? જાણો તાલિબાને લીધો શું મોટો નિર્ણય ?