Ganesh Chaturthi Pujan: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણપતિ પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. તેનાથી પૂજાનું ફળ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ગણપતિની પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. તેનાથી પૂજાનું ફળ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ ભગવાન ગણેશની પૂજામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
ગણપતિની પૂજામાં કેળાની જોડી અર્પણ કરવી જોઈએ, કારણ કે તેનાથી બાપ્પા પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને તમામ ફળોમાં કેળા સૌથી પ્રિય છે. તેથી ભગવાન ગણેશની પૂજામાં કેળાની જોડી ચઢાવો. તેનાથી ગણપતિના આશીર્વાદ મળશે
હિંદુ ધર્મમાં હળદર વગર કોઈપણ કાર્ય શુભ માનવામાં આવતું નથી. તેથી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિને હળદર ચઢાવો. આ દિવસે બાપ્પાને હળદરની ગાંઠ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
દરેક પૂજામાં નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. પુરાણોમાં નારિયેળને દેવી લક્ષ્મીનું ફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને આખું નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધનની વૃષ્ટિ થાય છે.
ગણપતિને મોદક ખૂબ પ્રિય છે, તેથી તેમની પૂજામાં આ બંને વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશને મોદક ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
હિંદુ ધર્મમાં સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીની પૂજા સામગ્રીમાં સોપારીનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. એવું કહેવાય છે કે બાપ્પા પર સોપારી ચઢાવવાથી બાપ્પાના આશીર્વાદ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
પુરાણો અનુસાર ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. શ્રી ગણેશની પૂજામાં દુર્વાને સામેલ કરવાનું ભૂલશો નહીં. ભગવાન ગણેશ પર દુર્વા ચઢાવવાથી દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો