Ganesh Chaturthi 2022 Suji Laddoo Recipe:ગણેશ ચતુર્થીનો ઉત્સવ સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ગણપતિ બાપ્પાનું સ્વાગત અનેક રીતે કરાઇ છે. બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે.  સૂજીના લાડૂ ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે ઝડપથી બની જાય છે અને ઘીનો પણ ઓછઓ ઉપયોગ થાય છે.


હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 31 ઓગસ્ટે ગણપતિ બાપ્પાની જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. તમામ પ્રકારની તૈયારીઓ સાથે ગણપતિ બાપ્પાનો પ્રિય ભોગ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને મનપસંદ ભોજન અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ગણેશ ચતુર્થીના દિવસે, તમે કેટલાક અલગ-અલગ સોજીના લાડુ બનાવીને ગણપતિજીને અર્પણ કરી શકો છો. તે બનાવવું ખૂબ જ સરળ છે. સૂજીના લાડુ સ્વાદમાં નંબર વન છે અને તમે તેને ઓછા ઘીમાં પણ બનાવી શકો છો, તો ચાલો જાણીએ સોજીના લાડુ બનાવવાની સરળ રેસિપી વિશે.


સૂજીના લાડુ માટે જરૂરી સામગ્રી


સૂજીના લાડુ ઉપરથી સખત લાગે પણ અંદરથી નરમ હોવા જોઈએ. આ લાડુ સૌથી શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આ માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે સોજી, ઘી, ખાંડ, કાજુ, બદામ, કિસમિસ, નાની એલચીની જરૂર પડે છે.


સૂજીના લાડુ બનાવવાની રીત


સૂજીના લાડૂ બનાવવા માટે સૌ પ્રથમ ઘી ગરમ કરો અને તેમાં સૂજી શેકી લો સૂજી શેકાઇ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળીને મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવો. હવે ગેસ પરથી ઉતારીને તેમાં ડ્રાયફ્રૂટ નાખીને લાડુના શેપમાં તેને બનાવી દો. સ્વાદિષ્ટ લાડૂ તૈયાર છે. બાપ્પાને ભોગ લવાવ્યા બાદ લાડૂ સર્વ કરો


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો


Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ


Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ


Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો