Garuda Purana: આત્મા અમર છે, આત્મા (soul)કદી મરતો નથી અને તેનો ક્યારેય અંત આવતો નથી. ગરુડ પુરાણ(Garud Puranમાં આત્મા(soul)ની યાત્રા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. આત્મા (soul)અને મૃત્યુને લઈને મનુષ્યના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. શું આત્મા(soul) મૃત્યુ પછી તરત જ યમલોકમાં જાય છે કે પછી તે તેના પરિવારના સભ્યો સાથે રહે છે? આવો જાણીએ ગરુડ પુરાણ(Garud Puranમાં આ વિશે શું લખ્યું છે.


જ્યારે કોઇ સ્વજનનું મોત થાય ત્યારે સવાલ થાય છે કે, તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો, શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકીએ. આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર,આપણા પ્રાચીન 'ગરુડ  પૂરાણ' માં છે. ગૂઢ એવા ગરૂડ પુરાણને આપણે સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ.


મૃત્યુ એ દુનિયાનું સૌથી મોટું સત્ય છે, જેને કોઈ હરાવી શકતું નથી. મૃત્યુ પછી, આત્મા યમલોક(Yamlok)માં જાય છે અને થોડા સમય પછી તેના પરિવારના સભ્યો સાથે તેના ઘરે પાછો આવે છે. ચાલો જાણીએ કે મૃત્યુ પછી આત્મા શા માટે પૃથ્વી પર પાછો આવે છે.



  • મૃત્યુ પછી આત્મા (soul) શરીર છોડી દે છે.

  • આ પછી આત્મા (soul) પહેલા યમલોકમાં જાય છે.

  • આત્મા(soul) 24 કલાક યમલોકમાં રહે છે, જ્યાં તેના કર્મોનો હિસાબ બતાવવામાં આવે છે.

  • આ પછી આત્મા(soul) ફરીથી તેના પરિવારમાં પાછો ફરે છે.

  • પરત ફર્યા બાદ આત્મા(soul) 13 દિવસ સુધી પરિવારના સભ્યો સાથે રહે છે.

  • 13 દિવસ પછી એટલે કે તેરહવી ઉજવવામાં આવે છે, 13 દિવસ સુધી મૃતકની કર્મકાંડ વિધિ કરવામાં આવે છે, જેથી તેના આત્મા(soul)ને શાંતિ મળે.

  • 13 દિવસ પછી આત્મા યમલોકમાં પાછો જાય છે.


મૃત્યુ પછી 13 દિવસ સુધી આત્મા પૃથ્વી પર ભટકતો રહે છે. એટલા માટે આ 13 દિવસો માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાન કરવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે. આ કારણે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો...


Today's Horoscope: મેષ સહિત આ રાશિને આજે મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત