Krishna Janmashtami 2022:  દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ (શ્રાવણ વદ – 8) કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. બાલ ગોપાલનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ, 2022, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. તેથી આ તહેવાર  પર રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે. આ વખતની જન્માષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે અદભૂત યોગ બની રહ્યા છે.


કૃષ્ણ જન્માષ્ટમી 2022 શુભ મુહૂર્ત અને યોગ



  • જન્માષ્ટમી તિથિનો પ્રારંભ - 18 ઓગસ્ટ 2022, 09:21 વાગ્યાથી

  • જન્માષ્ટમી તિથિનો અંત - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યે

  • અભિજીત મુહૂર્ત - 18 ઓગસ્ટ 2022, બપોરે 12.05 થી 12.56

  • વૃદ્ધિ યોગનો આરંભ - 17 ઓગસ્ટ 2022, રાત્રે 08.56 વાગ્યે

  • વૃદ્ધિ યોગ સમાપ્ત - 18 ઓગસ્ટ 2022, 08.41 AM

  • ધ્રુવ યોગ આરંભ - 18 ઓગસ્ટ 2022, 08.41 મિનિટ PM

  • ધ્રુવ યોગ સમાપ્ત - 19 ઓગસ્ટ 2022,08.59 મિનિટ PM

  • વ્રત પારણા સમય - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યા પછી


પંચાગ અનુસાર વર્ષ 2022માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ધ્રુવ યોગ અને વૃદ્ઘિ યોગ બની રહ્યા છે જે કૃષ્ણ પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં કરવામાં આવેલી દરેક ક્રિયા સંપૂર્ણ છે.


કૃષ્ણ જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે?


ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કંસના અત્યાચારથી ધરતીને મુક્ત કરાવવા માટે થયો હતો. માન્યતા છે કે આ દિવસે બાલ ગોપાલની અડધી રાત્રે પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના આગમન માટે ભક્તો ઘર અને મંદિરોમાં વિશેષ સજાવટ કરે છે. વ્રત રાખીને નિયમથી લડ્ડુ ગોપાલનો અભિષેક કરીને આખી રાત મંગલ ગીતો ગવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.