Narak Chaturdashi 2022: કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાકાળી માતાને સમર્પિત છે, જેમાં રાત્રે વિશેષ પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને બંગાળમાં તેને મહાકાળીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે.  


નરક ચતુર્દશી 2022 મુહૂર્ત



  • હિંદુ કેલેન્ડર મુજબ, કાળી ચૌદશની તારીખ 23 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 06:03 વાગ્યાથી શરૂ થશે. નરક ચતુર્દશી તિથિ 24 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે નરક ચતુર્દશી અને દિવાળી એક જ દિવસે 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે.

  • અભ્યંગ સ્નાન મુહૂર્ત - સવારે 05:08 થી - સવારે 06:31 (24 ઓક્ટોબર 2022)

  • સમયગાળો - 01 કલાક 23 મિનિટ


કાળી ચૌદશ 2022 તારીખ અને સમય



  • કાળી ચૌદશ આસો વદ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. મા કાલીનાં ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે મધ્યરાત્રિએ પ્રાર્થના કરે છે, કારણ કે કાલી પૂજા રાત્રે કરવામાં આવે છે, તિથિ અનુસાર, આ વર્ષે કાળી ચૌદશ 23 ઓક્ટોબર 2022 ના રોજ છે.

  • કાળી ચૌદશ મુહૂર્ત - 23 ઓક્ટોબર 2022, રાત્રે 11:42 pm - 24 ઓક્ટોબર 2022, સવારે 12:3


નરક ચતુર્દશી પર શું કરવું



  • નરક ચતુર્દશીના દિવસે સવારે શુભ મુહૂર્તમાં ઘરેલું ઉબટન લગાવીને સ્નાન કરવાની પરંપરા છે. દંતકથા અનુસાર, આ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.

  • સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. આ દિવસે ખાસ યમરાજ માટે લોટનો ચારમુખી દીવો બનાવી તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે.

  • નરક ચતુર્દશીના દિવસે સાંજે આંગણામાં દક્ષિણ તરફ મુખ કરીને मृत्युनां दण्डपाशाभ्यां कालेन श्यामया सह। त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतां मम्’  મંત્રનો જાપ કરો અને આ દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આના કારણે અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.




કાળી ચૌદશનું મહત્વ


શાસ્ત્રો અનુસાર દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે. એ જ રીતે દિવાળીના એક દિવસ પહેલા રાત્રે મા કાલીનું પૂજન કરવાથી સાધકને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ સાથે શત્રુ પર વિજય મેળવવાનું વરદાન મળે છે. તંત્ર સાધકો મહાકાળીની સાધનાને વધુ અસરકારક માને છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે, પરંતુ ગૃહસ્થ જીવનના લોકોએ મહાકાળીની સરળ પૂજા કરવી જોઈએ. તમારે કોઈ ખોટા હેતુ માટે મહાકાળીની પૂજા ન કરવી જોઈએ, નહીં તો તમારે ભવિષ્યમાં અશુભ પરિણામોનો સામનો કરવો પડશે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.