Navratri Maa Durga Puja:  આજે ત્રીજું નોરતું છે. શારદીય નવરાત્રિનું સમાપન 14 ઓક્ટોબરે થશે. 15 ઓક્ટોબરે દશેરા છે. આ વખતે નવરાત્રિ માત્ર 8 દિવસની છે. કારણકે પંચાગ મુજબ ત્રીજ અને ચોથની તિથિ એક જ દિવસે આવે છે.


શારદીય નવરાત્રિ વ્રતમાં માતા રાનીની પૂજામાં વિશેષ સાવધાની રાખવી પડે છે તથા ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. જે લોકો આ નિયમોનું પાલન નથી કરતાં તેમને વ્રતનું ફળ નથી મળતું. તેથી ખાસ કરીને પૂજા દરમિયાન મહિલાઓએ ભૂલીને પણ આ કામ ન કરવા જોઈએ.


નવરાત્રિમાં માતાની પૂજા વખતે મહિલાઓ આ વાતોનું રાખે ધ્યાન


મહિલાઓ ખુલ્લા વાળ સાથે ન કરે માતાની પૂજાઃ


મહિલાઓએ નવરાત્રિ વ્રતમાં માતા દુર્ગાની પૂજા ખુલ્લા વાળ સાથે ન કરવી જોઈએ. કારણકે આમ કરવું અશુભ માનવામાં આવ્યું છે. માન્યતા મુજબ ખુલ્લા વાળ અમંગળનું પ્રતીક છે. તેથી મહિલાઓએ હંમેશા વાળ બાંધીને જ પૂજા કરવી જોઈએ.


માતાને ભૂલથી પણ ન અર્પણ કરો આ ફૂલોઃ માતા દુર્ગાની પૂજા દરમિયાન ભક્તોએ દુર્વા, તુલસી, આંબળા, આંકડાનું ફૂલ અર્પણ ન કરવું જોઈએ. માતા રાનીને લાલ ફૂલ અર્પિત કરો, આ ફૂલ તેમને ખૂબ પ્રિય છે. તેથી લાલ ફૂલ ચઢાવવાથી માની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.


ભીના વસ્ત્રો પહેરીને ન કરો પૂજાઃ નવરાત્રિમાં ભીના વસ્ત્રો પહેરીને માતા દુર્ગાની પૂજા કરવી અશુભ માનવામાં આવી છે. ભીના વસ્ત્રો પહેરીના પૂજા કરવાથી માતા નારાજ થતી હોવાનું કહેવાય છે.


આ દિશામાં મોં રાખીને કરો પૂજાઃ નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજાપૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને કરો. આસાન પર બેસીને પૂજા કરવી ઉત્તમ માનવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ લ્યો બોલો, વોટ્સએપ, ઈન્સ્ટા, FB ડાઉન થતાં જ પોર્નહબનો ટ્રાફિક 10 ટકા વધ્યો