Navratri 2021: નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની નવ દિવસ સુધી વિધિ વિધાન પૂર્વક પૂજા થાય છે અને તેનાથી જ મહાદેવને સંપૂર્ણતા મળી હતી. તેથી નવરાત્રિના દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓએ મા દુર્ગાની સાથે મહાદેવની પણ પૂજા કરવી જોઈએ. નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી રૂપને સમર્પિત છે. જેના નામ પરથી જ ખબર પડે છે કે દેવીનું નવમું રૂપ તમામ સિદ્ધિ પ્રદાન કરે છે.
દેવી પુરાણ અનુસાર, ભગવાન શિવએ તેમની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. જે પછી જ બ્રહ્માંડમાં સંહારનું કામ મળ્યું. ભગવાન શિવને માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ 'અર્ધનારીશ્વર' કહેવામાં આવે છે, આ દેવી ભગવાન શિવને પૂર્ણ કરનાર છે. આ સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન ભગવાન શિવની પૂજા કરીને, દેવી સિદ્ધિદાત્રી તેના આશીર્વાદ આપે છે. નવરાત્રિ દરમિયાન માસિક શિવરાત્રિના દિવસે માતા અને મહાદેવ બંનેની સંયુક્ત ઉપાસનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભક્તોએ આ દિવસે ધ્યાન ધરીને માતા સાથે શિવની પૂજા કરવી જોઈએ.
જાણો કેટલી છે સિદ્ધિઓ
માર્કંડેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિઓ છે. અનીમા, લઘિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, વશીત્વ અને ઇષ્ટ. પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કુલ 18 સિધ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તે નીચે મુજબ છે. સર્વકામાવસાયિત, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાયપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ. આ પ્રકારે કુલ 18 સિદ્ધીનું વર્ણન પુરાણોમાં મળે છે.
છઠ્ઠા નોરતે મા દુર્ગાના કયા સ્વરૂપની થાય છે પૂજા
શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. તેથી જે કાત્યાયની નામે પૂજાય છે. તે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. માનવામાં આવે છે કે. મા કાત્યાયનીની ભાવ સાથે અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ભક્તની દરેક મનો કામના પૂર્ણ થાય છે. પ્રેમ વિવાહ માટે પણ મા કાત્યાયની પૂજા આરાધના કરવાનું વિધાન છે. વૈવાહિક જીવન માટે પણ તેમની પૂજા ફળદાયી મનાય છે. કહેવાય છે કે, મા કાત્યાયનીની પૂજા કરવાથી મનગમતા જીવન સાથીનું સુખ મળે છે.
આ રીતે કરો પૂજા
મા કાત્યાયની સવારમાં લાલ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવી જોઇએ. માને પીળા અને લાલ ફુલ અને નૈવેદ્ય ધરાવો.માતાજીને મધ અર્પણ કરવું શુભ મનાય છે. માને સુંગધિત પુષ્પ અર્પણ કરવાથી શીઘ્ર વિવાહનો યોગ બને છે.આ સાથે પ્રેમ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. આ તમામ ફળની પ્રાપ્તિ માટે માની સમક્ષ આ મંત્રના જાપ કરો.
આ મંત્રનો કરો જાપ
કાત્યાયની મહામાયે, મહયોગિન્યધીશ્વર.
નન્દગોપસુતં દેવી, પતિ મેં કુરુ તે નમ: