Sankashti Chaturthi 2021:ભગવાન ગણેશ શિવના પુત્ર છે. હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો શ્રાવણામાં આવતી ગણેશ ચતુર્થીનો અનેરો મહિમા છે.આજના દિવસે પૂરા વિધિ વિધાન સાથે પૂજન વિધિ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.  


ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ શ્રાવણ માસમાં આવતી અંગારકી ચતુર્થીનો અનેરો મહિમા છે. આ શુભ તિથિ ગણેશજીની આરાધના માટે ઉત્તમ મનાય છે. ભગવાન ગણેશ મહાદેવના પુત્ર છે. તેથી પણ આ તિથિનું મહત્વ વધી જાય છે. કહેવાય છે કે, આજના દિવસે પૂરા વિધિ વિધાન સાથે પૂજન વિધિ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.  


સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
સંકષ્ટી ચતુર્થીનું મહત્વ દર મહિનાની કૃષ્ણપક્ષ અને શુક્લની ચૌથ એટલે  ચતુર્થી તિથિએ મનાવાયા છે. પૂર્ણિમા બાદ આવતી ચતુર્થી સંકષ્ટી ચતુર્થી કહે છે અને અમાવસ્યા બાદ આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે. ભગવાન ગણપતિની આરાધના કરવાથી વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે. ખાસ કરીને  સ્વાસ્થ્ય સંબંઘિત સમસ્યા તેમની કૃપાથી દૂર થાય છે. આ વર્ષે આજે એટલે કે, મંગળવાર 27 જુલાઇએ ગણેશ ચતુર્થી છે. આજના દિવસે વિધિવત વિઘ્નહર્તાનું પૂજન અર્ચન કરવાથી ભાવિકને મનોવાંચ્છિત  ફળની પ્રાપ્તિ થાય છે.


અંગારકી ગણેશ ચતુર્થીનું મહત્વ
અંગારકી ચતુર્થીના દિવસે વિધિવત ગણેશજીનું પૂજન અર્ચન કરવાથી અને વ્રત રાખવાથી એટલે ઉપવાસ રાખવાથી વિઘ્નહર્તા જીવનના દરેક કષ્ટોને હરી લે છે. આજના દિવસે પૂજા વિધિ માટે ક્યું શુભ મૂહૂર્ત છે જાણીએ.


અંગારકી ગણેશ ચતુર્થીનું શુભ મૂહૂર્ત
શ્રાવણ માસની અંગારકી ચતુર્થી  મંગળવાર 27 જુલાઇ 2021માં છે. જે સાંજે 3.45 મિનિટથી માંડીને મંગળવાર 28 જુલાઇ 2021 બપોરે 02.16 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન વિધિવત ગણેશજીનું પૂજન અર્ચન કરવાથી અને વ્રત રાખવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.


પૂજન વિધિ
સૂર્યોદય પહેલા ઉઠી જવું ત્યારબાદ સ્નાન કરીને આછા પીળા રંગના કપડાં ધારણ કરવા.ગણેશજીની પૂજા કરતી વખતે આપનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે તે રીતે ગણેશજીની સ્થાપના કરો. ગણેશથીને બાજોટ રે પાટલા પર લાલ રંગનું સ્થાપન રાખીને બેસાડો. પૂજામાં લાડુ, ચાવલ, ફુલ, જળ ભરેલ તાંબાનો લોટો,કુમકુમ, નાડાછડી વગેરે રાખો, વિધિવત પૂજન કરી થાળ કરો અને આરતી કરો. બાદ ઓછામાં ઓછો 27 વખત ગણેશ મંત્રનો જાપ કરો.