Shanivar, Shani Dev: શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, પરંતુ તે નવગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જેના પર શનિની કૃપા હોય છે, તેમને રાજસુખ મળે છે. બીજી તરફ જે વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે. જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને જે લોકોના જીવનમાં શનિદેવની સાડા સાતી ચાલી રહી છે તેમણે શનિવારે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.


શનિવારે શું ન ખાવું


લાલ દાળ


શાસ્ત્રો અનુસાર મસૂર દાળ લાલ રંગનો પદાર્થ છે. તે મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ અને શનિ બંને ગ્રહોની પ્રકૃતિ ક્રોધિત છે. કહેવાય છે કે શનિવારે મસૂરની દાળ ખાવાથી વ્યક્તિનો ગુસ્સો વધી શકે છે.


લાલ મરચું


કહેવાય છે કે શનિદેવને ઠંડી વસ્તુઓ ગમે છે. જો તમે શનિના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માંગતા હોવ તો શનિવારે લાલ મરચાનું સેવન ન કરવું જોઈએ.


દૂધ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર જાતિય ઈચ્છાઓનો કારક ગ્રહ છે, બીજી તરફ શનિ આધ્યાત્મિકતામાં વધારો કરે છે. આવી સ્થિતિમાં શનિવારે દૂધનું સેવન કરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે.


વાઇન


શનિને આધ્યાત્મિક વ્યવહાર ગમે છે, આવી સ્થિતિમાં શનિવારના દિવસે દારૂ પીવો અથવા કોઈ પણ પ્રકારની નશાકારક વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે


Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે


CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ


CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા


તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો