Navratri 2022: આગામી 26 સપ્ટેમ્બરથી ભારતમાં પવિત્ર નવરાત્રીના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત તહેવાર છે, જેમાં તેના 9 અવતારોને પૂજવામા આવે છે. આ 9 દિવસમાં લોકો ઉપવાસ અને વ્રત રાખે છે. જે લોકો વ્રત રાખે છે તે કેટલીક વસ્તુઓનુ સેવન કરવાનુ છોડી દે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને આપણે નવરાત્રીમાં પણ ખાઇ શકાય છે. 


ઉલ્લેખનીય છે કે, ભગવદ ગીતા અને વૈદિક શાસ્ત્રોએ સાત્વિક, રાજસિક અને તામસિક શ્રેણીઓ અંતર્ગત ખાદ્ય પદાર્થોને વર્ગીકૃત કર્યા છે. જાણો અહીં નવરાત્રી દરમિયાન કયા કયા ખોરાકને તમે આરોગી શકો છો.


નવરાત્રીમાં કઇ કઇ વસ્તુઓની તમે ખાઇ શકો છો -  
નવરાત્રી દરમિયાન દરેક લોકો સાત્વિક ભોજન કરે છે અને એકદમ સરળ લાઇફસ્ટાઇલ પર આવી જાય છે. આવમાં દાણા અને સિંઘોડાનો લોટ ખાવામાં આવે છે. સિંઘવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે આ વસ્તુઓ પણ ખાઇ શકો છો.


જાણી લો નવરાત્રી દરમિયાન તમે કઇ વસ્તુઓ ખાઇ શકો છો - 
બેટટા, શિંગદાણા, કાચા કેળા, કાચુ પપૈયુ, દૂધી, ટામેટા, લીંબુ, ખીરા, ગાજર, તમામ પ્રકારની ફળ-ફળાદી, સાબુદાણા, રાજગરો. 


Navratri Puja: 9 દેવીઓના 9 બીજ મંત્ર સાથે કરો નવરાત્રીમાં પૂજા, આ છે માતાજીના બીજ મંત્ર અને વિધિ


બીજ મંત્ર શું છે ?


હિન્દુ ધર્મ અનુસાર, તમામ દેવી-દેવતાઓના સંપૂર્ણ મંત્રોનું પ્રતિનિધિત્વ કરતા શબ્દને બીજ મંત્ર કહેવામાં આવે છે. બીજ મંત્રોને તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર "ઓમ" ને સૌથી મોટો બીજ મંત્ર માનવામાં આવે છે. બીજ મંત્રોને તમામ મંત્રોની પ્રાણશક્તિ માનવામાં આવે છે, જેના ઉપયોગથી મંત્રોની શક્તિ અનેકગણી વધી જાય છે.


બીજ મંત્રોના જાપ કરવાની રીત
નવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોના બીજ મંત્રોનો સવારે 4 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જાપ કરવો જોઈએ. આ મંત્રોનો જાપ દરરોજ 1100 વાર તુલસી અથવા લાલ ચંદનની માળાથી કરવો જોઈએ. આ રીતે 9 દિવસ સુધી 9 હજાર મંત્રનો જાપ કરવાનો નિયમ છે.


દુર્ગા નવમી પર યજ્ઞ કરો


નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિએ 251 મંત્રોનો યજ્ઞ કરવો જોઈએ. આમ કરવાથી જપનું ફળ જલ્દી મળવા લાગે છે.


9 દેવીઓના 9 બીજ મંત્ર


1- શૈલપુત્રી -  ह्रीं शिवायै नमः


2- બ્રહ્મચારિણી - ह्रीं श्री अम्बिकायै नम:


3- ચંદ્રઘંટા - ऐं श्रीं शक्तयै नम:


4- કુષ્માંડા ऐं ह्री देव्यै नम:


5- સ્કંદમાતા - ह्रीं क्लीं स्वमिन्यै नम:


6- કાત્યાયની - क्लीं श्री त्रिनेत्रायै नम:


7- કાલરાત્રી - क्लीं ऐं श्री कालिकायै नम:


8- મહાગૌરી - श्री क्लीं ह्रीं वरदायै नम:


9- સિદ્ધિદાત્રી - ह्रीं क्लीं ऐं सिद्धये नम: ।।