ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.


શ્રાવણ માસમાં કઈ કઈ તારીખે આવે છે સોમવાર



  • 9 ઓગસ્ટ, 2021

  • 16 ઓગસ્ટ, 2021

  • 23 ઓગસ્ટ, 2021

  • 30 ઓગસ્ટ, 2021

  • 6 સપ્ટેમ્બર, 2021


શ્રાવણ મહિનાના સોમવારનું શું છે માહાત્મ્ય


શ્રાવણ મહિનાના સોમવારનું ખૂબ જ મહત્વ છે. સોમવાર શિવજીને પ્રિય છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં કરવામાં આવતાં સોમવારના ઉપવાસ જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેમને વર્ષભરની પૂજાનું ફળ મળે છે. જે લોકો તેમના લગ્ન જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓએ શ્રાવણ માસમાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મરણ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.


સોમવારે કેવી રીતે ઉપવાસ કરવો


સૌ પ્રથમ, શ્રાવણ મહિનાના સોમવારે સવારે ઉઠ્યા પછી, કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી, ભગવાન શિવને શુદ્ધ હૃદયથી યાદ કરો, સોમવારે ઉપવાસનો સંકલ્પ લો. ત્યારબાદ સફેદ ફૂલો, સફેદ ચંદન, પંચામૃત, ચોખા, સોપારી, બેલના પાન વગેરેથી શિવલિંગની પૂજા કરો. પૂજા દરમિયાન “ॐ सों सोमाय नम:” મંત્રનો જાપ કરતા રહો. હંમેશાં રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરો.


કેવી રીતે કરશો પૂજા



  • વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરો.

  • આ પછી, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ગંગા જળથી બધા દેવતાઓનો અભિષેક

  • શિવલિંગ પર ગંગા જળ અને દૂધ અર્પણ કરો.

  • ભગવાન શિવને બીલીપત્ર અને ફૂલો અર્પણ કરો.

  • આ પછી ભગવાન શિવની આરતી કરો અને ભોગ પણ ચઢાવો.

  • ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

  • આ દિવસે ભગવાન શિવનું વધુને વધુ ધ્યાન કરો.


રાશિ પ્રમાણે પૂજનનું મહત્વ


જ્યોતીષોના કહેવા મુજબ ભોલેનાથના રીઝવવા પૂજા., અભિષેક ફળદાયી માનવામાં વે છે. શિવભક્તો રાશિ મુજબ પૂજન અને શિવલિંગ પર વિવિધ અભિષેક કરીને પૂજા દ્વારા મનોવાંછીત ફળ મેળવી શકે છે.



  • મેષઃ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.

  • વૃષભઃ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,

  • મિથુનઃ શેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,

  • કર્કઃ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.

  • સિંહઃ ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.

  • કન્યાઃ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,

  • તુલાઃ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.

  • વૃશ્ચિકઃ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.

  • ધનઃ કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,

  • મકરઃ શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.

  • કુંભઃ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,

  • મીનઃ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.


Shravan 2021: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, મહાદેવ પ્રસન્ન થઈને આપશે મનોવાંછીત ફળ


Shravan 2021: અનોખો સંયોગઃ શ્રાવણની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારથી, જાણો આ મહિનામાં કયા મોટા તહેવારો આવશે