Dhanteras 2021:ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા સાથે લક્ષ્મી પૂજાનું પણ છે વિશેષ મહત્વ, ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે.

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કૃષ્ણ ત્રયોદશીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં કમળ સાથે પ્રગટ થયા હતા. તેથી ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, વાહન અને મિલકત વગેરે ખરીદવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા ઉજવવામાં આવે છે.


આ દિવસે લોકો ભારતમાં મોટા પાયે સોનું ખરીદે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિ રહે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં ધનનો  સ્ટોક હંમેશા ભરેલો રહે છે. ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો ખાસ શુભ સમય હોય છે. આ મુહૂર્તમાં સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.


સોનુ- ચાંદી ખરીદવાનું શુભ મૂહૂર્ત


2 નવેમ્બરે ધનતેરસના અવસરે સોનું ખરીદવાનો શુભ સમય સાંજે 7:10 થી 8:44 સુધીનો રહેશે. 3 નવેમ્બરના રોજ સવારે 11.31 થી સવારે 9.02 વાગ્યા સુ સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય છે.  ધનતેરસના દિવસે પૂજાનો શુભ સમય 05:35 થી 08:14 સુધી રહેશે, પ્રદોષ કાલ અને વૃષભ કાલ સાંજે 06:18 થી 08:14 સુધી રહેશે. ધનતેરસમાં શુભ મૂહૂર્તમાં લક્ષ્મી પૂજા અન સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ છે. કહેવાય છે. ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં  સોના-ચાંદીની ખરીદી કરવાથી અને ષોડપચારે લક્ષ્મી પૂજન કરીને તેને કમળનું પુષ્ણ અર્પણ કરવાથી વિશેષ ધનલાભ થાય છે.