Navratri puja:નવરાત્રીના નવ નોરતામાં અષ્ટમીનું વિશેષ મહત્વ છે. અષ્ટમીએ મા દુર્ગાના આઠમા સ્વરૂપ આદિ શક્તિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસની પૂજા દેવીના રૂપને પ્રતિબિંબિત કરે છે. દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, માતાના 9 સ્વરૂપો અને 10 મહાવિઘા આદિશક્તિના તમામ અંગો અને સ્વરૂપો છે, પરંતુ મહાગૌરી ભગવાન શિવની અર્ધાંગિની છે.. તેમની શક્તિ અવિશ્વસનીય અને હંમેશા ફળદાયી છે. માત્ર મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપો ધોવાઈ જાય છે અને તે વ્યક્તિ પુણ્ય પ્રાપ્તિનો હકદાર બને છે. મોટાભાગના ઘરોમાં નવરાત્રિની અષ્ટમી તિથિએ કન્યા પૂજા કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો નવમી તિથિ પર કન્યા પૂજા કરે છે.
મહાગૌરીની કથા
શિવપુરાણ અનુસાર, મહાગૌરીને આઠ વર્ષની ઉંમરે તેમના પાછલા જન્મની ઘટનાઓ વિશે જાણ થઈ હતી. તેણે આ ઉંમરથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા પણ કરી હતી અને તેનો વર્ણ સૂર્ય પ્રકાશના કાણે ગૌર થઇ ગયો હતો તેથી તેથી તે મહાગૌરીથી પૂજાયા. , અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે દુર્ગા સપ્તશતીના મધ્યમ ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે. જે લોકો 9 દિવસ સુધી વ્રત રાખી શકતા નથી તેઓને પ્રથમ અને આઠમા દિવસે ઉપવાસ કરવાથી 9 દિવસનું ફળ મળે છે.
દેવી ભાગવત પુરાણ અનુસાર, મહાગૌરીનો વર્ણ ગૌર છે અને તેના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ રંગના છે. માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે, જે ભગવાન શિવનું વાહન પણ છે. માતાનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના હાથમાં દુર્ગાની શક્તિનું પ્રતીક ત્રિશૂલ છે. મહાગૌરીના ઉપરના હાથમાં શિવનું પ્રતીક ડમરુ છે. ડમરુ ધારણ કરવાને કારણે માતાને શિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનો નીચેનો હાથ સિંદૂરમાં છે માતા શાંત મુદ્રામાં જોવા મળે છે. દેવીના આ સ્વરૂપને પ્રાર્થના કરતાં દેવતાઓ અને ઋષિઓ કહે છે.
સર્વમંગલ માંગલ્યે, શિવ સર્વાર્થ સાધિકે.
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।
શ્વેતે વૃષે સમરુધા શ્વેતામ્બરધરા શુચિઃ ।
મહાગૌરી શુભમ દદ્યાન્મહાદેવપ્રમોદદા.
અથવા દેવી સર્વભૂતેષુ મા ગૌરી રૂપેણ સંસ્થા.
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ।
ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી છે મહાગૌરી
મા મહાગૌરી તેમના ભક્તો માટે અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. તે સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ અને શાંતિની પ્રમુખ દેવી છે. લૌકિક સ્વરૂપમાં તેમનું રૂપ અત્યંત તેજસ્વી, કોમળ, છે. દેવી મહાગૌરી ગાયન અને સંગીતના શોખીન છે અને તે સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર છે. આ દિવસે કન્યાની પૂજા કરવાનું વિધાન છે. કેટલાક લોકો નવમીના દિવસે પણ કન્યાની પૂજા કરે છે, પરંતુ અષ્ટમીના દિવસે કન્યાની પૂજા કરવી શ્રેષ્ઠ છે. જો કન્યાઓની સંખ્યા 9 હોય, તો તે ખૂબ જ સારું છે, નહીં તો એકી સંખ્યામાં પૂજા થઈ શકે છે. અષ્ટમીના દિવસે નારિયેળ ચઢાવવાની પરંપરા છે. ભોગ ચઢાવ્યા પછી પ્રસાદના રૂપમાં નારિયેળ વહેંચો. સાથે જ જે ભક્ત કન્યાનું પૂજન કરે છે તેને ખીર-પુરી, શાક અને કાળા ચણાનો પ્રસાદ આપવો જોઇએ
મહાગૌરી પૂજા વિધિ
અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ અન્ય દિવસોની જેમ જ છે. જેમ સપ્તમી તિથિ પર માતાની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે અષ્ટમી તિથિની પણ શાસ્ત્રીય પદ્ધતિથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના કલ્યાણકારી મંત્ર ઓમ દેવી મહાગૌર્યાય નમઃનો જાપ કરવો જોઈએ અને માતાને લાલ ચુનરી અર્પણ કરવી. જોઈએ. સૌથી પહેલા લાકડાના બાજોડ પર લાલ કપડું બિછાવીને મહાગૌરીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ષોડસોપચારે પૂજા કરો. અષ્ટમીએ માતાને શ્વેત પુષ્પ અર્પણ કરો.