Ganesh Chaturthi 2022: આ વખતે ગણેશ ચતુર્થી પર 10 વર્ષ પછી ખૂબ જ ખાસ સંયોગ બની રહ્યો છે. આ સાથે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે.
કોરોના સંક્રમણના કારણે બે વર્ષ બાદ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બજારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે જે 10 દિવસ સુધી ચાલે છે. લોકો પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને વિધિવત પૂજન કરે છે. ગણેશ ચતુર્થીએ ગણેશજીનો જન્મદિવસ છે, તેથી તેને ગણેશ જયંતી પણ કહેવામાં આવે છે.
ગણેશ ચતુર્થી ક્યારે છે?
ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આગામી 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ચતુર્દશીના અંતિમ દિવસે, ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા બાદ વિસર્જન કરાઇ છે.
પંચાંગ અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ સંયોગ બની રહ્યો છે. પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે અને એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી તિથિ રવિ યોગમાં છે. આ જ દિવસે બે શુભ યોગ, બ્રહ્મ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે. પંચાંગ મુજબ 31 ઓગસ્ટ 2022 બુધવારે સવારે 05:58 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 વાગ્યા સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે રવિ યોગ અનિષ્ટ દૂર કરે છે અને સફળતા પ્રદાન કરે છે. આ યોગમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સંયોગમાં ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે તો કામનાની પૂર્તિ થાય છે.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો