આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ દસમની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં છે. આજના દિવસે ગ્રહ અને નક્ષત્રની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.
રાશિફળ (Horoscope)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે મનને અશાંત ન રહેવા દેજો. જો કોઈ ચિંતા હોય તો સાથે મળીને નિવારણ કરો. જીવનસાથી સાથે સકારાત્મક સંબંધ રહેશે.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે સોશિયલ નેટવર્કનો લાભ લઈને પોતના પ્રદર્શનથી લક્ષ્ય હાંસલ કરજો. ઘરમાં લાંબા સમયથી અટકેલા જમીન કે મકાન સંબંધી મામલામાં નિર્ણય લેવાનો સમય આવી ચુક્યો છે.
મિથુન (ક.છ.ઘ.) આજે દિનચર્યામાં ઉથલ પાથલથી તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડશે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ઓફિશિયલ કામકાજમાં મલ્ટીટાસ્કિંગ માટે તૈયાર રહેજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે મન પ્રસન્ન રહી શકે છે. જેનાથી કાર્ય કરવાની ઉર્જા પણ મળશે અને કાર્ય પૂરા થતાં જોવા મળી રહ્યા છે.
સિંહ (મ.ટ.) આજના દિવસે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને હિંમત અને મજબૂતી દેખાડજો. અંતરિક્ષમાં બની રહેલી ગ્રહોની સ્થિતિ ભ્રમિત કરી શકે છે. જીવનસાથી નારાજ હોય તો મનાવવાનો મોકો ન છોડતાં.
કન્યા (પ.ઠ.ણ) આજના દિવસે ધીરજ રાખજો. ગ્રહોની સ્થિતિ કાર્યોમાં અડચણ પેદા કરી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસે તમારા નિર્ણયને પરિવારનું સમર્થન મળશે. સ્વાસ્થ્ય સંબંધિત બીમારી હોય અને દવા લેતા હો તો બેદરકાર ન રહેતા. બાળકો સાથે સમય વ્યતીત કરજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસની શરૂઆત મહાદેવની પૂજા અર્ચનાથી આરંભ કરો. સારી કે ખરાબ બંને સ્થિતિમાં શાંત રહેજો. નવા વેપારની યોજના બનાવી શકો છો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ઉત્સાહમાં કમી ન રાખતાં. આસપાસના લોકોને પ્રસન્ન રાખજો. પારિવારિક સ્થિતિ ઠીક રહેશે.
મકર (ખ.જ.) આજનો દિવસ મોજ મસ્તી અને પ્રસન્નતાભર્યો રહી શકે છે. પરિશ્રમ છતાં સફળતા ન મળે તો નિરાશ ન થતાં. વડીલોની સલાહ બાદ જ કોઈ નવું કામ શરૂ કરો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે કારણ વગર કોઈ ચિંતા ન કરતાં. તેનાથી તણાવ અને સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. જે લોકો પરિવારથી દૂર રહે છે તેમના પરત ફરવાના ચાન્સ છે. પરિવારમાં સહયોગ વધશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મનપસંદ કાર્ય કરવાથી સ્ફૂર્તિનું અનુભવ થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
રાશિફળ 22 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોનો નોકરી-ધંધામાં આવી શકે છે મુશ્કેલી, જાણો તમામ રાશિનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 07:32 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ દસમની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય કુંભ રાશિમાં છે. આજના દિવસે ગ્રહ અને નક્ષત્રની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -