આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ બારસની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.
રાશિફળ (Horoscope)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે પોતાની વાતો કહેવામાં ઉતાવળા ન બનતાં. જેટલી જરૂર હોય તેટલું જ કહેજો. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે દેખાડાથી બચજો. ઓફિશિયલ કામકાજમાં દિવસ સારો રહેશે. વડીલોનું માર્ગદર્શન લેજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે કોઈ પણ મુદ્દા પર સમજી વિચારીને સલાહ આપજો. ઘરમાં મોટા ભાઈ કે પિતાનું સ્વાસ્થ્ય લથડી શકે છે. તેમને સતર્ક રહેવાની સલાહ આપો.
કર્ક (ડ.હ.) આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. પોતાની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. મિત્રો સાથે વાત કરવાથી મન શાંત રહેશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે પોતાની ક્ષમતા પારખીને કામ કરજો. પરિવારમાં પોતાની ભૂમિકાને લઈ સતર્ક રહેજો. કોઈ કારણથી ઘરના લોકો તમારાથી નારાજ થઈ શકે છે.
કન્યા (પ.ઠ.ણ) આજના દિવસે ઉતાવળા થઈને કોઈ નિર્ણય ન લેતા. જો કોઈ ગડમથલ હોય તો વડીલોની સલાહ લાભદાયી રહેશે. પરિવારના તમામ લોકો મહાગણપતિની પૂજા અર્ચના કરો.
તુલા (ર.ત.) આજના દિવસે રચનાત્મક કાર્યોને પ્રાથમિકતા આપજો. ઓફિસનો માહોલ અનુકૂળ રહેશે. ઘરની જવાબદારી ખભા પર આવી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજે લાંબા સમયછી અટકેલા કામને પૂરા કરી શકશો. પરિવારમાં કોઈ સભ્ય બીમાર હોય તો તેની ખબર અંતર પૂછજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈની મજાક ન ઉડાવતાં, નહીંતર ભવિષ્યમાં તમારે પણ હાંસી પાત્ર બનવું પડી શકે છે. જે લોકો વેપાર શરૂ કરવા ઈચ્છતા હોય તેમણે વડીલોનું માર્ગદર્શન લેવું.
મકર (ખ.જ.) આજના દિવસે સંયમિત વ્યવહારથી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ બગડી શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે કલાત્મક કાર્યોમાં રસ દાખવવો લાભદાયી રહેશે. ઓફિસમાં મનગમતું કાર્ય મળશે. પરિવારમાં અચાનક વિવાદની આશંકા છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મન પ્રસન્નતાથી ભરપૂર રહેશે. ધાર્મિક આસ્થા રાખતાં હો તો ભજન પૂજન કરો. ઘરેલુ ખર્ચ અચાનક વધવાની આશંકા છે.
રાશિફળ 24 ફેબ્રુઆરીઃ સિંહ, તુલા રાશિના જાતકો આ કામથી બચજો, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 07:32 AM (IST)
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ બારસની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -