Surya Ka Rashi Parivartan: સિંહ રાશિથી  સૂર્ય હવે કન્યા રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિમાં સૂર્યનું રાશિ પરિવર્તન મેષથી મીન રાશિના લોકોને પ્રભાવિત કરશે.


Sun Transit in Virgo:સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિમાં થવા જઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે તો એ પ્રક્રિયાને સંક્રાંતિ કાળ કહે છે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશને કન્યા સંક્રાંતિ પણ કહેવાય છે. કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ ક્યારે થઇ રહ્યો છે જાણીએ


સૂર્યનું રાશિ પરિવર્તન
પંચાગ અનુસાર 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે સૂર્યનુ રાશિ પરિવર્તન કન્યા રાશિમાં થશે. આ દિવસે ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશી તિથિ છે. આ એકાદશી તિથિને પરિવર્તિત એકાદશી પણ કહેવાય છે. એકાદશીની તિથિમાં સૂર્યનું ગોચર થઇ રહ્યું છે. જેના કારણે પણ તેનું મહત્વ વધી જાય છે.


મેષ રાશિ (Aries Horoscope)
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે ધનનો લાભ કરાવવાનું સૂચવે છે. આ રાશિની ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે. કર્જની સમસ્યાથી પરેશાન હો તો લાભકારી સાબિત થઇ શકે છે. વિદ્યાર્થીઓને પરિશ્રમનો લાભ મળશે.


વૃષભ રાશિ (Taurus Horoscope)
જોબના મામલે સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ રાશિ માટે પરેશાની વધારનારૂં સાબિત થઇ શકે છે. તેથી ધૈર્ય બનાવી રાખવું જરૂરી છે. અનાવશ્યક વિવાદથી બચવું. બોસને પ્રસન્ન રાખવાની કોશિશ કરો. સંતાનને લઇને પણ ચિંતા વધી શકે છે. પ્રેમ સંબંધમાં પણ વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.


મિથુન રાશિ (Gemini Horoscope)
પરિવાર અને મિત્રો સાથે સમય વ્યતિત કરવાનો સમય મળશે. કંઇક નવું કરવાનું મન પણ થશે, મન પ્રસન્ન રહેશે, માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા વધી શકે છે. રોકાણ સમજીને કરવું નહિ તો નુકસાન થઇ શકે છે.


કર્ક રાશિ (Cancer Horoscope)


સૂર્યનો ગોચર આપના સાહસમાં વૃદ્ધિ કરશે. જેના કારણે ધન લાભ થશે, યાત્રાનો પણ યોગ બની શકે છે.ધનના મામલે સમજી વિચારીને નિર્ણય લેવો તદપરાંત સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી.