ઘરની દિવાલ પર ગરોળીને દોડતી બધાએ જોઈ જશે. ઘણી વખત ગરોળી દિવાલ પર દોડતી વખતે અચાનક માણસ પર પડે છે. શાસ્ત્રોમાં ગરોળી સાથે જોડાયેલા શુકન-અપશુકન અંગે જણાવવામાં આવ્યું  છે. ગરોળી શરીર પડવી અનેક વાતોનો સંકેત આપે છે. તેમાં કેટલાક સંકેત ધનલાભ તરફ ઈશારો કરે છે, જ્યારે કેટલા અશુભ સાબિત થાય છે.


ગરોળીના શુકન અને અપશુકનના સંકેત



  • ઘરમાં ગરોળીની લડાઈ જોવી શુભ નથી. જો આમ થાય તો પરિવાર કે મિત્રોની લડાઈની સંભાવના તરફ ઈશારો કરે છે. એટલું જ નહીં કોઈ ખાસ વ્યક્તિ સાથે પણ વિવાદ થઈ શકે છે.

  • જમતી વખતે ગરોળીનો અવાજ સંભળાય તો કોઈ મોટી ખુશખબરનો સંકેત હોઈ શકે છે.

  • ગરોળી લડતી વખતે માથા પર પડે તો તેને શુભ માનવામાં આવે છે. જે એ વાતનો સંકેત આપે છે કે ખૂબ જલદી મોટો ધનલાભ થવાનો છે.

  • ગરોળી વાળ પર પડે તો અશુભ માનવામાં આવે છે. જે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના બનવાનો સંકેત આપે છે.

  • ગરોળી કોઈ વ્યક્તિની ગરદન પર પડે તો તેના સન્માનમાં વધારાનો સંકેત છે. ગાલ પર પડે તો જુના મિત્રની મુલાકાત થઈ શકે છે.

  • ગરોળી જમણા ગાલ પર પડે તો સુખ સુવિધામાં વધારો થતી હોવાની માન્યતા છે. ઉપરાંત તેનાથી જીવનમાં ધન સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ 


Gujarat Farmers Scheme:   ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી


Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ


ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત