હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિનો અંગૂઠો લાંબો હોય તે બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે. આવા લોકો સારા વક્તા અને વકીલ હોય છે. રાજકારણીઓના હાથમાં પણ ઘણીવાર લાંબો અંગુઠો જોવા મળે છે. લાંબી અંગૂઠો વ્યક્તિત્વને નિખારે છે અને આવા લોકો ભીડમાં અલગ તરી આવે છે.
અંગૂઠાનો હથેળી સાથે જોડાયેલો ભાગ ભરાયેલો હોય તો આવી વ્યક્તિઓ તેમના હકોનું રક્ષણ કરવામાં સક્ષમ હોય છે. સારા રણનીતિકાર અને સક્રિયતાથી ભરપૂર કાર્યો કરતા હોય છે. આવા લોકો આકર્ષક અને પદ પ્રતિષ્ઠા મેળવતા હોય છે.
જે લોકોના અંગૂઠાના નખ લાંબા હોય તેવા વ્યક્તિની ઈચ્છાશક્તિથી મજબૂત હોય છે. તેઓ લક્ષ્યને પૂરા કરવા માટે જીવન દાવ પર લગાવી દે છે. વચનના પાકા હોય છે. પદ પ્રતિષ્ઠા પ્રત્યે સંવેદનશીલ હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. જો અંગૂઠો વધારે હોય તો વ્યક્તિ ગુસ્સો પણ કરતો હોય છે.
શનિદેવ વરસાવી રહ્યા છે કૃપા, આળસ છોડીને લાગી જાવ લક્ષ્યને હાંસલ કરવા
કોંગ્રેસ નેતાઓ પર આરોપ મૂકનારા કયા ટોચના મહિલા નેતા ભાજપમાં થયા સામેલ, શું કહી વાત