Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના અવસરે સ્થાપનનું આ છે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, આ વિધિથી કરો પૂજન

Ganesh Chaturthi 2024 Puja Muhurt Live: આજે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી છે. આજે ઘરો, મંદિરો અને પંડાલોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવશે. જાણો ગણપતિની સ્થાપનાનો શુભ સમય અને પૂજા વિધિ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Sep 2024 02:09 PM
મંબઇના લાલ બાગ ચા રાજાને અનંત અંબાણીએ ચઢાવ્યો સોનાનો મુગટ

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક ગુરુવારે ગણેશ ચતુર્થી પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. દર વર્ષે મુંબઈના લાલબાગના રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે. મુંબઈના લાલબાગચા રાજાના મસ્તક પર 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. મરૂન કલરના વસ્ત્રોમાં સજ્જ બાપ્પાની ઝલક જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ 15 કરોડનો સોનાના મુગટ અનંગ અંબાણીએ લાલાગ ચા રાજાને ચઢાવ્યો છે.

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી, અમદાવાદમાં ગણેશ ચતુર્થી પર્વે 3,000 થી પણ વધુ પંડાલ

દેશભરમાં શ્રદ્ધાભેર ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ રહી છે. અમદાવાદમાં ગણેશ ચતુર્થી પર્વે નાના મોટા 3,000 થી પણ વધુ પંડાલ બનાવવામાં આવ્યા છે. અમદાવાદના સોસાયટીમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આકાશ રેસીડેન્સીના નવયુવક મંડળ દર વર્ષેની જેમ  આ વર્ષે પણ વાજતે ગાજતે  ગણેશનું સ્વાગત કર્યું હતું. અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.

વિઘ્નહર્તાનુ યાત્રાધામ ડાકોરમાં વાજતેગાજતે આગમન

આજે ગણેશ ચતુર્થીના અવસરે યાત્રાધામ ડાકોરમાં વિઘ્નહર્તાનું વાજતે ગાજતે આગમન થયું છે.
જુનો કુંભારવાડો ગોપાલપુરા યુવક મંડળના ગણેશજીનું લેસર શો યોજી સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલા નાસિક ઢોલ સાથે વિઘ્નહર્તાનું આગમન નિહાળવા ડાકોર તથા ડાકોર ની આસપાસના ગામના લોકો પહોંચ્યા  હતા. ગઈકાલે મોડી રાત્રે જોરદાર આતશબાજી સાથે ગણેશજીની સવારી બસ સ્ટેન્ડ થી જુના કુંભારવાડા તરફ નીકળી હતી.

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલ માંથી બનાવાયેલા ગણેશજી મૂર્તિ મંત્ર મુગ્ધ કરનાર છે. સુરતના લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે.. વેસ્ટિજ વૃક્ષની છાલ માંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો ..આ મૂર્તિ ની ઊંચાઈ 11 ફૂટની છે જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલો થી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ

દંતકથા અનુસાર, માતા પાર્વતીએ માટીમાંથી એક બાળક બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યાં, જેનું નામ ગણેશ રાખવામાં આવ્યું. તે દિવસે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ હતી. આ જ કારણસર ગણેશ ચતુર્થી દર વર્ષે તે તારીખે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નો દૂર કરનાર અને પ્રથમ પૂજનિય દેવતા  છે. શુભતાનું પ્રતીક. જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેની મનોકામના ગણપતિ બાપ્પા પૂરી કરે છે.

ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાનું સૌથી શુભ મુહૂર્ત

ગણેશ પુરાણ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ અને મધ્યાહ્ન દરમિયાન એટલે કે દિવસના ઉત્તરાર્ધમાં ચિત્રા નક્ષત્રમાં થયો હતો. આજે 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11.20 કલાકે આ શુભ મુહૂર્ત શરૂ થશે.

Ganesh chaturthi 2024: બાપ્પાને પ્રિય આ ચીજ અચૂક કરો અર્પણ

આ સમય દરમિયાન વિઘ્નહર્તાને મોદક, ફળ, ખીર અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે, જેનાથી તે ખુશ થાય છે. કહેવાય છે કે, ગણેશ ચતુર્થી પર પૂજા હંમેશા સંપૂર્ણ સામગ્રીથી કરવી જોઈએ. તેનાથી બાપ્પાના આશીર્વાદ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ગણપતિ બાપ્પાની પૂજા માટેની સંપૂર્ણ સામગ્રી વિશે.

 Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના વ્રત દરમિયાન શું ખાવું

ગણેશ ચતુર્થીના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન, તમે એક સમયે અનાજ લઇ શકો છો અને ફળો, સાબુદાણાની ખીર, દહીં, બાફેલા બટેટા, હલવો વગેરે ખાઈ શકો છો. પરંતુ આજે લસણ અને ડુંગળીવાળો ખોરાક ન ખાવો અને મૂળા કે બીટરૂટનું સેવન ન કરવું.

બ્રેકગ્રાઉન્ડ

Ganesh Chaturthi 2024 Puja Muhurt Live: Ganpati Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં આ દિવસે શુભ મુહૂર્તમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે મૂર્તિની સ્થાપના કોઈ શુભ સમયે અને સૂર્યાસ્ત પહેલા કરવી જોઈએ, તેના કારણે ગૌરીના પુત્ર ગજાનનની કૃપા પરિવાર પર રહે છે.


ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અને આરતી સાધના કરવામાં આવે છે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના મુહૂર્તનો શુભ સમયસ્થાપન વિધિ


 ગણેશ ચતુર્થી શુભ મૂહૂર્ત



  • ગણેશ ચતુર્થી પર બાપ્પાની સ્થાપના માટે ત્રણ શુભ મુહૂર્ત છે. ભાદોન મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03.01 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 05.37 વાગ્યા સુધી ચાલુ રહેશે.

  • ગણેશજી સ્થાપનનું  મુહૂર્ત - સવારે 07.36 - સવારે 09.10

  • મધ્યાહન  મુહૂર્ત - 11.03 pm - 01.34 pm

  • ત્રીજું શુભ મુહૂર્ત  - બપોરે 01.53 - બપોરે 03.27


મૂર્તિની સ્થાપના માટે આ સૌથી શુભ સમય છે.


ગણેશ પુરાણ મુજબ, ગણપતિનો જન્મ ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રના મધ્યાહ્ન સમયગાળામાં એટલે કે દિવસના ઉત્તરાર્ધમાં થયો હતો. આ શુભ સમય 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11.20 વાગ્યાથી શરૂ થઈ રહ્યું  છે.


ગણેશ પૂજા સામગ્રી


ભગવાન ગણેશની માટીની મૂર્તિ, કુમકુમ, હળદર, અક્ષત, સોપારી, સિંદૂર, ગુલાલ, લવિંગ, નાડ઼ાછડી,સૂતરનો દોરો, લાલ કપડું, બાજોડ,પીળું કપડું, દુર્વા, કપૂર, પંચમેવા, દીવો, ધૂપ, પંચામૃત, મોલી, ફળો, ગંગાજળ, કલશ, ફળો, નારિયેળ, ચંદન, કેળા, ફૂલની માળા, કેરીના પાન, અષ્ટગંધ વગેરે તૈયાર કરો.


 ગણેશ ચતુર્થી પર સ્થાપના વિધિ પદ્ધતિ (Ganesh Chaturthi Sthapana Vidhi)


ગણેશ જીના મનપસંદ ફૂલો, ચંપા, ગુલાબ, કરેણ, ગલગોટા વગેરે ફુલોથી શૃંગાર કરો,


 ભગવાન ગણેશના પ્રિય પાન - દુર્વા, ધતુરા, આંક, બેલપત્ર, શમી પત્ર, કેળા, કનેર.


 ભગવાન ગણેશનો પ્રિય ખોરાક - મોદક, લાડુ, મખાનાની ખીર, કેળા, માલપુઆ, નારિયેળ


ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ધોયેલા કપડા પહેરો. જ્યાં મૂર્તિની સ્થાપના કરવાની હોય તે જગ્યાને સાફ કરો. દીપક પ્રગટાવવો


શુભ મુહૂર્તમાં પીળા કપડાને પાથરીને પૂજાના બાજોટ પર જમણી બાજુ કળશ રાખો.  બ્રહ્માંડના દેવી-દેવતાઓ કલશમાં નિવાસ કરે છે.


હવે ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરો.


મૂર્તિ પર આંબાના પાનમાંથી થોડું પાણી અને પંચામૃત છાંટવું. હવે તેમને પવિત્ર દોરો પહેરાવો. પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો.


મોદક અર્પણ કરો  ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. તેવી જ રીતે સાંજે થાળ ધરાવો, આરતી કરો .


ગણેશજીના આ મંત્રનું કરો જાપ


ઓમ શ્રી ગણેશાય નમઃ



  • ગણેશજીના આ મંત્રનું કરો જાપ

  • ઓમ શ્રી ગણેશાય નમઃ

  • ઓમ ગં હેરમ્બાય નમઃ

  • ઓમ ગં ધરણીધરાય નમઃ

  • ઓમ ગં મહાગણપતયૈ નમઃ

  • ઓમ ગં લક્ષપ્રદાય નમઃ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.