પિતૃપક્ષ અને શ્રાદ્ધની વિધિઓ આપણા પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કરવી અત્યંત જરૂરી છે. હિંદુ શાસ્ત્રોમાં દેવતાઓને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને પ્રસન્ન કરવામાં આવે છે.


પિતૃ પક્ષનું મહત્વ


દેવતાઓ સમક્ષ પૂર્વજોને પ્રસન્ન કરવા વધુ ફાયદાકારક છે.દેવતાઓના કામ કરતા પણ પૂર્વજોના કામનું વિશેષ મહત્વ છે. વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુણ પુરાણ, વિષ્ણુ પુરાણ વગેરે પુરાણો અને મનુસ્મૃતિ વગેરે જેવા અન્ય ગ્રંથોમાં શ્રાદ્ધ વિધિનું મહત્વ જણાવવામાં આવ્યું છે.


પૂર્ણિમા અને અમાવસ્યા વચ્ચેના સમયગાળામાં એટલે કે 16 દિવસ સુધી પૂર્વજોની આત્માની શાંતિ માટે કાર્ય કરવામાં આવે છે. 16 દિવસ સુધી નિયમિત કામ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. પિતૃ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. ભોજન કર્યા પછી વ્યક્તિની ક્ષમતા મુજબ દાન આપવામાં આવે છે. તેનાથી આરોગ્ય, સમૃદ્ધિ, આયુષ્ય અને સુખ મળે છે. 2019માં શ્રાદ્ધની તારીખોની વિગતો નીચે મુજબ હશે.


પિતૃ પક્ષ તર્પણ ક્યારે કરવું અને પિતૃ પક્ષનું તર્પણ ક્યારે કરવું?


પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાથી લઈને અશ્ચિન કૃષ્ણ અમાવસ્યા સુધી ચાલે છે. આમ, દર વર્ષે પિતૃ પક્ષના 16 દિવસ વ્યક્તિના પૂર્વજોને વિશેષ રીતે સમર્પિત કરવામાં આવે છે. મોક્ષના માર્ગ તરફ આગળ વધતા પૂર્વજો જ પૂર્વજોના ઋણમાંથી મુક્તિ આપે છે. શ્રાદ્ધ વર્ષ 2023 માં નીચેની તારીખો પર કરી શકાય છે.


શ્રાદ્ધ વિશે થોડી માહિતી


(1)શ્રાદ્ધ હંમેશા ભાદ્રપદ-1(એકમ) થી પ્રારંભ થઈ ને આસો સુદ-1(એકમ) પહેલું નોરતું એ 16(સોલમું) શ્રાદ્ધ છે.


(2) શાસ્ત્ર મુજબ શ્રાદ્ધ નો સમય અપરાન્નકાલ (બપોર પછી)છે.


(3) ઘણા લોકો નું એવું માને છે કે અમે ગયાજી જઈને  શ્રાદ્ધ કરી દીધું અથવા શ્રી મદ્ ભાગવત કથા કરી લીધી એટલે હવે શ્રાદ્ધ ન કરવું પડે, પણ એ વાત ખોટી છે એનું પ્રમાણ ગીતાપ્રેસ ના અત્યેષ્ઠીકર્મ માં આપેલું છે જે સાથે મોકલાવેલ છે.


(4) મૃત્યુ બાદ વ્યક્તિ  ૧૨ ના દિવસે જ શ્રાદ્ધ માં ભળી જાય છે, પ્રેત માંથી પિતૃ માં ભેળવવા ની વિધી એટલે સપિંડી(એક પિંડ ને બીજા પિંડ માં ભેળવવા/ પિંડ સંયોજન કરવામાં આવે છે   દ્વાદશાહશ્રાદ્ધ (બારમું).


(5) આ સમયે મહાલય શ્રાદ્ધ કરી શકાય (જે શ્રાદ્ધ કોઈ એક વ્યક્તિ ને ઉદ્દેશીને નથી સમસ્તપિતૃ માટે છે, તે પિતૃની પ્રસન્નતા માટે દર વર્ષે કરી શકાય. )(મહાલય શ્રાદ્ધ - આ શ્રાદ્ધપક્ષ સિવાય થઈ શકતુ નથી)


(6) માણસ માત્ર નું (સ્ત્રી હોય કે પુરુષ) મૃત્યુ બાદ ૧૦મું, ૧૧મું, ૧૨મું, અને ૧૩મું થાય.


(7) પિતૃઓ સુગંધ થી તૃપ્ત થાય છે.


(8) પિતૃઓ ને કેવલ ખીર-રોટલી જ નહીં જે બનાવ્યું હોય તે/અથવા/ એમને જે પ્રિય હોય તે સ્ટીલ સિવાય પાત્ર માં (પત્તલ , દુના પણ ચાલે) બપોર પછી મૂકવું  સાંજ સુધી રાખવું ત્યારબાદ  ગાય ને આપી શકાય. 


 મહાલય શ્રાદ્ધારંભ :-


એકમનું શ્રાદ્ધ


એકમનું શ્રાધ્ધ -તા.29-09-2023 ને શુક્રવાર


સમય  :- બપોરે 15:29(3:29) પછી..


(2) દ્રિતિયા શ્રાદ્ધ


 બીજનું શ્રાધ્ધ-તા.30-09-2024 ને  શનિવાર


સમય  :- 12:23 પછી....


(3) ત્રીજ


ત્રીજનું શ્રાધ્ધ-તા.1-10-2023 ને રવિવાર.


 (4) ચતુર્થ


ચોથનું શ્રાધ્ધ-તા.2-10-2023 ને સોમવાર


(5) પંચમી


 પાંચમનું શ્રાધ્ધ-તા.3-10-2023 ને મંગળવાર


(6) ષષ્ઠી


 છઠ્ઠનુ શ્રાધ્ધ-તા. 4-10-2023 ને બુધવાર


(7) સપ્તમી


સાતમનું શ્રાધ્ધ-તા.5-10-2023 ને ગુરૂવાર


 (8) અષ્ટમી


આઠમનું શ્રાધ્ધ-તા.6-10-2023 ને શુક્રવાર.


(9) નવમનું


 નોમનું શ્રાધ્ધ-તા. 7-10-2023 ને શનિવાર


 અવિધવા નવમી :- અવિધવા નવમી  એટલે જે સ્ત્રીઓ સોભાગ્યવતી મરણ પામી હોય તેમનુ શ્રાદ્ધ અવિધવા  નવમી  ના દિવસે  કરવુંજે સ્ત્રીઓ  વિધવા  હોય ને મરણ પામી હોય તેમનુ શ્રાદ્ધ  જે તિથિ એ મરણ પામ્યા  હોય તે જ તિથિ એ કરવું


 (10) દશમ


 દશમનું શ્રાધ્ધ- તા. 08-10-2022 ને રવિવાર


 (11) એકાદશી


એકાદશીનું  શ્રાધ્ધ-


તા.09-10-2023 ને સોમવાર


(12) બારસનું  


બારસ નું શ્રાદ્ધ તા. 11-10-2023 ને બુધવાર.


(13) તેરસ સોમ પ્રદોષ (શિવરાત્રી)


તેરસ નું શ્રાદ્ધ તા. 12-10-2023 ને ગુરૂવાર 


 (14)ચૌદશ


ચૌદશનું શ્રાધ્ધ તા. 13-10-2023 ને શુક્રવાર


      (શસ્ત્રોથી મરેલાનું શ્રાધ્ધ)


 (15) સર્વ પિત્તૃ અમાસ, પૂનમ અમાવસ્યા શ્રાદ્ધ


 સર્વપિત્રી અમાસ-(પૂનમ અને અમાસ નું શ્રાધ્ધ)તા. 14-10-2023 ને શનિવાર


 (16) માતામહ શ્રાદ્ધ


માતામહ શ્રાદ્ધ-  તા. 15-10-2023 ને રવિવાર.


ચતુર્દશીના  મરણ પામેલા નુ શ્રાદ્ધ ચતુર્દશી ના દિવસે  ના કરાય તેમનુ બારસ અથવા  અમાસ ના દિવસે  કરવુ આવુ નિર્ણયસિન્ધુ અને  ધર્મ  સિન્ધુ મા વર્ણન  છે, અને પૂનમના દીવસે કોઈ નુ મૃત્યુ થયુ હોય તો તેનું શ્રાદ્ધ પૂનમ ના દીવસે નહીં થાય તેમનુ શ્રાદ્ધઅમાસ ના દીવસે થાય  છે દરેક પંચાગ ની અંદર પૂનમ નુ શ્રાદ્ધ અમાસ ના લખેલ છે.


- જ્યોતિષાચાર્ય, તુષાર જોશી