Car loan Information:
Calculate Car Loan EMI2020 Hyundai Creta ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Mar 2020 08:33 PM (IST)
Hyundai એ સોમવારે ભારતમાં તેની નવી કાર Creta લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો 2020માં પ્રદર્શિત કરી હતી.
નવી દિલ્હી: Hyundai એ સોમવારે ભારતમાં તેની નવી કાર Creta લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો 2020માં પ્રદર્શિત કરી હતી. કારના કેબિનને સંપૂર્ણ રીતે નવી ડિઝાઈન આપવામાં આવી છે. જેને નવા લુકમાં રજૂ કરવામાં આવી છે. પાછલા મોડલની તુલનામાં નવી જનરેશનનું કેબિન ખાસ્સું આકર્ષક છે. Hyundai Cretaની શરૂઆતની કિંમત 9.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારનું ટોપ મોડલ 17.20 લાખ રૂપિયાનું છે. ત્રણ એન્જિન વિકલ્પોમાં પ્રસ્તુત, 2020 ક્રેટાની કિંમત 1.5-લિટર પેટ્રોલ અને 1.5-લિટર યુ 2 સીઆરડી ડીઝલ વેરિએન્ટ્સ માટે 9.99 લાખથી શરૂ થાય છે.ટોપ વેરિઅન્ટની કિંમત 17.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Creta માં નવું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ડેશ બોર્ડ પર હવે નવું 10.25 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. નવી જનરેશન Hyundai Cretaમાં ઓલ બ્લેક કલર સ્કીમ આપવામાં આવી છે. જે પૂરા કેબિનમાં રેડ ફિનિશની સાથે આવી છે અને તેમાં નવી ક્રેટાનું સ્પોર્ટી લુક મળ્યું છે. આ સ્પોર્ટી લુકમાં વધારો કરવા માટે નવું ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. કારમાં મેટલ પેડલ્સ લગાવવામાં આવ્યા છે. વેન્યૂની જેમ આ નવી જનરેશન Hyundai Creta પણ કનેક્ટેડ કાર છે. જેના ટોપ મોડલની સાથે બ્લૂલિંક કનેક્ટિવિટી ટેક્નોલોજી આપવામાં આવી છે. Hyundai Cretaમાં નવા પેનોરમિક સનરૂફની સાથે એંબિએંટ લાઈટિંગ, 17 સ્પીકર વાળું બોસ ઓડિયો સિસ્ટમ અને પાછલા પેસેન્જર માટે આર્મ રેસ્ટ પર નાનુ ડિજિટલ ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે.