નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદ પણ તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત કરી. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અને ચીનના વિદેશ મંત્રીએ સરહદ પર તાજેતરના ઘટનાક્રમને લઈ ખુલીને વાત કરી અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

ચીનની સેના ગલવાન ઘાટીમાં કેટલાક હિસ્સામાંથી તંબૂ હટાવતી અને પાછળ ખસતી જોવા મળી તેવા જ સમયે ડોભાલ અને વાંગ યી વચ્ચે વાતચીત થઈ છે. સરકારી સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. વિસ્તારમાં સૈનિકો પાછળ હટવાનો આ પહેલો સંકેત છે.



સૂત્રોએ કહ્યું કે, બંને પક્ષોના કમાંડરો વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ ચીની સૈનિકોના વાહનોની ગતિવિધિ જોવા મળી છે. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે છેલ્લા સાત સપ્તાહથી પૂર્વ લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે.



શુક્રવારે પીએમ મોદી લેખ ગયા હતા અને નીમૂ પોસ્ટ સુધી ગયા હતા. જ્યાંથી તેમણે ચીનને સંદેશો આપ્યો હતો અને કહ્યું હતું કે, વિસ્તારવાદનો સમય જતો રહ્યો છે હવે આ સમય વિકાસવાદનો છે. જે બાદ ડિપ્લોમેટિક રસ્તે બંને દેશો વચ્ચે સમાધાન થશે તેવી અટકળો વહેતી થઈ હતી.



ચીનના વિદેશ મંત્રાલયે પણ તેમની સેના પાછળ હટી હોવાની પુષ્ટિ કરી છે.

કોરોના વાયરસ 14 નહીં આટલા દિવસ સુધી શરીરમાં રહી શકે છે, સામે આવી ચોંકાવનારી માહિતી

સાઉથની આ હોટ એક્ટ્રેસે ધોની વિશે કરી શું કોમેન્ટ કે ધોનીના ચાહકો થઈ ગયા નારાજ ? જાણો વિગત