નવી દિલ્હી: કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદન અનુસાર, નવા મોડલના મેન્યુફેક્ચર પર આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. જ્યારે જૂના મોડલ પર આ નિયમ 31 ઓગસ્ટ 2021થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, વાહન માપદંડો પર મુખ્ય ટેકનિકલ કમિટીએ એરબેગ લગાવવા પર મોહર લગાવી હતી. પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલય પાસે આ અંગે એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે ફ્રંટ એરબેગની નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે.
મોટાભાગની કાર નિર્માતા કંપની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપે છે. પરંતુ કારમાં ખાસ કરીને ડ્રાઈવર સીટ પર જ એરબેગ હોય છે પણ હવે ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.
દુનિયામાં આ વાતને લઈને એક સહમતિ છે કે, વાહનોમાં વધારેમાં વધારે સુરક્ષાત્મક ઉપાય હોવા જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટના થવા પર જિંદગી સુરક્ષિત રહે.
Car loan Information:
Calculate Car Loan EMI