સોમનાથ ચેટર્જીઃ EVsના મામલામાં ઓડી મોટા પાયે ઝડપથી આગળ વધી રહી છે. આપણે તાજેતરમાં જ લૉન્ચ થયેલી ઇ-ટ્રૉન એસયુવી અને સ્પોર્ટબેક એડિશનને જોઇ છે, પરંતુ હવે ભારતમાં સ્પૉર્ટ્સ કાર આવી ગઇ છે. આ કાર ચાર ડોલ વાળી Coupe છે, અને ભવિષ્યની સ્પોર્ટ્સ કારનુ પ્રતિનિધિત્વ કરે છે. બીજા શબ્દોમાં આ એક શાનદાર દેખાવ વાળી કાર છે, જે 238 પીએસના આઉટપુટની સાથે ફ્રન્ટ ઇલેક્ટ્રિક મૉટરની સાથે 435 પીએસના આઉટપુની સાથે રિયર મૉટર પેકની સાથે આવે છે.  


જબરદસ્ત છે પાવર- 
e-tron GT ઇલેક્ટ્રિક કાર 630Nmની સાથે 530 PS પાવર જનરેટ કરે છે. આરએસ ઇ-ટ્રૉન જીટી માં, ફ્રેન્ટ એક્સલ પર ઇલેક્ટ્રિક મૉટરમાં 238 પીએસ છે. જ્યારે પાછળની મૉટરમાં 456 પીએસ છે. કુલ આઉટપુટ 598 પીએસ છે, અને કુલ ટૉર્ક 830 એનએમ છે. બૂસ્ટ મૉડમાં આઉટપુટ વધીને 646 પીએસ થઇ જાય છે. રિયર ઇલેક્ટ્રિક મૉટર પણ પોતાના ટૉર્કને ટૂ-સ્પીડ ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફર કરે છે. 


નહીં પડે વારંવાર ચાર્જ કરવાની જરૂર- 
ઓડી કારોની જેમ ઇ-ટ્રૉન જીટી અને આરએસ ઇલેક્ટ્રિક ઓલ વ્હીલ ડ્રાઇવ છે, જ્યારે લિથિયમ-આયર્ન બેટરી સિસ્ટમ એક્સલની વચ્ચે સ્થિત છે. એક હાઇ પરફોર્મન્સ ઇવી હોવાના કારણે આ કારોની સાથે 500 કિલોમીટર (ડબલ્યૂએલટીપી રેન્જ) સુધીની રેન્જ પણ પ્રભાવશાળી છે, એટલે વારંવાર ચાર્જ કરવાની બિલકુલ પણ જરૂર નથી, અને આ કારમાં મોટી અંતર આસાનીથી કાપી શકો છો.  


આટલી છે કિંમત- 
અન્ય ઇ-ટ્રૉન મૉડલની જેમ જીટીમાં પણ હૉમ ચાર્જિંગ સેટઅપની સાથે ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન હશે. ફાસ્ટ ચાર્જિંગ થોડીક જ મિનીટોમાં કારોને ટૉપ અપ કરી દેછે. આની અંદર સારી એવી સ્પેસ છે, જેમાં ચાર લોકો આરામથી બેસી શકે છે, ઇન્ટીરિયર સામાન્ય રીતે ઓડીની સાથે સાથે આના ટ્રેડમાર્ક ડિજીટલ ડિસ્પ્લેની સાથે આવે છે. જીટી માટે 1.79 કરોડ રૂપિયા અને આરએસ જીટી માટે 2.04 કરોડ રૂપિયાની કિંમત આ બન્ને વર્તમાનમાં સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રિક કાર છે જેને તમે ખરીદી શકો છો. 


Car loan Information:

Calculate Car Loan EMI