Auto Expo India: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ટોર્ક મોટર્સે ઓટો એક્સપો 2023માં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક Kratos X લોંચ કરી છે. Kratos Xની ટેસ્ટ રાઈડ આ વર્ષે માર્ચ-એપ્રિલ દરમિયાન શરૂ થશે અને ડિલિવરી જૂન 2023થી શરૂ થશે.


બાઇક કેવી છે?


Tork Kratos Xને ફરીથી ડિઝાઇન કરેલ સાઇડ પેનલ, ઝડપી ચાર્જિંગ, 7.0-ઇંચનું LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એલ્યુમિનિયમ સ્વિંગઆર્મ સાથે ફ્યુરિયસલી ફાસ્ટ મોડ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, Kratos Xમાં શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ કંપનીએ તેના વિશે વધુ માહિતી આપી નથી. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલને બ્લેક આઉટ બેટરી પેક સાથે ડાર્ક બ્લુ કલર સ્કીમમાં રજૂ કરવામાં આવી છે.


કંપનીએ શું કહ્યું?


બ્રાન્ડના વિઝન વિશે વાત કરતાં કંપનીના સ્થાપક અને સીઈઓ કપિલ શેલ્કે જણાવ્યું હતું કે, ટોર્ક મોટર્સ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટને વધુ સુવિધાજનક અને વ્યવહારુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અનુભવી અને પ્રતિભાશાળી પ્રોફેશનલ્સની એક ટીમે ક્રેટોસ Xને સંપૂર્ણ રીતે ઇન-હાઉસ બનાવી છે જેથી મજાનો રાઇડિંગ અનુભવ થઈ શકે.


અપડેટેડ ટોર્ક ક્રેટોસ આર લોન્ચ


Kratos X ઇલેક્ટ્રિક બાઇક સાથે કંપનીએ તેની Kratos R બાઇકનું અપડેટેડ વર્ઝન પણ રજૂ કર્યું છે. તેમાં બ્લેક-આઉટ બેટરી અને એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ સામેલ છે. તેના વર્તમાન મોડલની સરખામણીમાં લેઆઉટ અને ગ્રાફિક્સમાં પણ ફેરફાર જોવા મળે છે. નવી Kratos R બે નવા કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે જેટ બ્લેક અને વ્હાઇટ.


દેશભરમાં ટૂંક સમયમાં શરૂ થશે  ડિલિવરી 


ટોર્ક મોટર્સે તાજેતરમાં પૂણેમાં તેનું પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટર અને હૈદરાબાદ, સુરત અને પટના જેવા શહેરોમાં ડીલરશિપ શરૂ કરી છે. તાજેતરમાં જ કંપની પુણે, મુંબઈ અને હૈદરાબાદમાં તેની ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી કરી રહી છે અને તે ટૂંક સમયમાં સમગ્ર દેશમાં શરૂ થવાની સંભાવના છે.


PHOTOS: માર્કેટમાં આવી KIAની ઇલેક્ટ્રિક કાર EV6, 528 કિમીની જબરદસ્ત રેન્જ, ને કિંમત 59.95 લાખ રૂપિયા......


KIA EV6 Launch: ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પોતાનો પગ મુકતા જ વાહન નિર્માતા કંપની કિયા (Kia) એ પોતાની ઇલેક્ટ્રિક કારને લૉન્ચ કરી દીધી છે. આને બે વેરિએન્ટ GT અને GT-લાઇનમાં લૉન્ચ કરવામા આવી છે. વળી બેટરી રેન્જ મામલામાં આમાં 528kmsની જબરદસ્ત રેન્જ મળે છે.


PHOTOS: માર્કેટમાં આવી KIAની ઇલેક્ટ્રિક કાર EV6, 528 કિમીની જબરદસ્ત રેન્જ, ને કિંમત 59.95 લાખ રૂપિયા......
ધ્યાન આપવા જેવી વાત એ છે કે Kia EV6ની માત્ર 100 યૂનિટ્સ જ ભારતમાં લાવવામાં આવી રહી છે. પરંતુ લૉન્ચ થયા પહેલા આની પુરી 100 યૂનિટનુ વેચાણ થઇ ચૂક્યુ છે. કંપનીએ બતાવ્યુ કે કિયા EV6 માટે 355 બુકિંગ પહેલાતી જ મળી ચૂકી હતી. જાણો આ ઇલેક્ટ્રિક કારને વિસ્તારથી.......


Car loan Information:

Calculate Car Loan EMI