નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે ઓટો એક્સપો 2020ની શરૂઆત થઇ ગઇ છે. સાઉથ કોરિયાની મોટી વાહન કંપની કિયા મોટર્સે પોતાની કૉમ્પેક્ટ સેગમેન્ટની કાર રજૂ કરી છે. કંપનીએ ઓટો એક્સપોમાં પોતાની નવી કાર Kia Sonet concept ને લૉન્ચ કરી દીધી છે. સાથે કંપનીએ Premium MPV Kia Carnivalને પણ લૉન્ચ કર્યુ છે.

ખાસ વાત છે કે, કંપનીએ પહેલીવાર Kia Sonet કારને લૉન્ચ કરી છે, જે કંપનીની ફ્યૂચર ગ્લૉબલ કૉમ્પેક્ટ એસયુવી છે.

કિયા સોનેટની ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ આ એસયુવીમાં દમદાર ફિચર્સ પણ આપ્યા છે. Kia Sonet એક મૉડર્ન, ડાયનામિક, અને બૉલ્ડ કૉમ્પેક્ટ SUV કૉન્સેપ્ટ કાર છે.



Kia Sonetના ફિચર્સ
આ કારને ખાસ કરીને ભારતના યુવા, સોશ્યલ, કનેક્ટેડ અને ટેક સેવી લોકો માટે આને તૈયાર કરવામાં આવી છે. આ એસયુવીમાં કેબિનમાં 10.25 ઇંચનુ ઇન્ફૉટેન્ટમેન્ટ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ, યુવીઓ કનેક્ટ, બૉસની પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, ઇન્ટેલિજન્સ મેન્યૂઅલ ટ્રાન્સમિશન (iMT) જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.



Kia Sonet conceptમાં બેસ્ટ-ઇન-ક્લાસ ઇન્ટીરિયર સ્પેસ અને ભારતીય ગ્રાહકો માટે ખાસ કરીને અલગ ફિચર્સ આપવામાં આવ્યા છે. કારનું ઇન્ટીરિયર ખુબજ લક્ઝરી અને શાનદાર છે. આ એક ફ્યૂચર કૉમ્પેક્ટ એસયુવી છે.








Car loan Information:

Calculate Car Loan EMI