Maruti Suzuki and Mahindra Discount Offers: વર્ષ 2023ના અંત સુધીમાં મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા, સ્કોડા, રેનો અને નિસાન સહિતની મોટી ઓટોમેકર્સ તેમના લોકપ્રિય મોડલ પર ડિસ્કાઉન્ટ અને અન્ય બેનિફિક્ટ્સની જાહેરાત કરીને ગ્રાહકોને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જેનો ઉદ્દેશ્ય વર્ષના અંત પહેલા હાલના સ્ટોકને સાફ કરવાનો અને વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. હાલમાં, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બંને પોતપોતાની એસયુવી પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યાં છે. ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી જીમ્ની પર ડિસ્કાઉન્ટ
આ મહિને, મારુતિ જીમ્ની લાઇફસ્ટાઇલ ઑફ-રોડ SUVના Zeta અને Alpha બંને વેરિઅન્ટ્સ પર રૂ. 2.21 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. મારુતિએ હાલમાં જ જીમ્ની થંડર એડિશન લોન્ચ કર્યું છે. શરૂઆતમાં Zeta MT, AT, અને Alpha MT અને AT વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ. 12.74 લાખ, રૂ. 13.94 લાખ, રૂ. 13.69 લાખ અને રૂ. 14.89 લાખ હતી. જ્યારે આલ્ફા ડ્યુઅલ-ટોન મોડલની કિંમત રૂ. 13.85 લાખ (MT) અને રૂ. 15.05 લાખ (AT) હતી.
મારુતિ સુઝુકી ફ્રોંક્સ ડિસ્કાઉન્ટ ઑફર્સ
મારુતિ સુઝુકી તેની ફ્રન્ટ કોમ્પેક્ટ એસયુવીના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 15,000ના રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000ના એક્સચેન્જ બોનસનો લાભ આપી રહી છે. જ્યારે મારુતિ ગ્રાન્ડ વિટારા 30,000 રૂપિયા સુધીના કુલ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જેમાં 15,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. જોકે, મારુતિ બ્રેઝા પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.
Mahindra SUV પર ડિસ્કાઉન્ટ
મહિન્દ્રા પણ હાલમાં તેની XUV300 અને XUV400 EV SUV પર 4.2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Mahindra XUV400 EL વેરિયન્ટ રૂ. 3.2 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જ્યારે EC વેરિએન્ટ રૂ. 1.7 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ગ્રાહકો મહિન્દ્રા XUV300ના ટોપ-એન્ડ ડીઝલ વેરિઅન્ટ્સ (W8 અને W8 (O)) પર રૂ. 1.72 લાખનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જ્યારે W6 વેરિઅન્ટ રૂ. 1.4 લાખના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે અને W4 ટ્રીમ રૂ. 59,000ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ સિવાય મહિન્દ્રા XUV300ના એન્ટ્રી લેવલ, ટર્બો-પેટ્રોલ વેરિએન્ટ પર રૂ. 45,000 થી રૂ. 1.63 લાખ સુધીના લાભો ઉપલબ્ધ છે. આ બંને મહિન્દ્રા SUV આવતા વર્ષની શરૂઆતમાં મિડ-લાઇફ અપડેટ્સ સાથે માર્કેટમાં આવશે.
Car loan Information:
Calculate Car Loan EMI