Car loan Information:
Calculate Car Loan EMIબજાજે વધારી Pulsar 150 BS6ની કિંમત, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2020 04:36 PM (IST)
કંપનીએ ભાવ વધારા પાછળ કોઈ કારણ નથી જણાવ્યું. પરંતુ માર્કેટની સ્થિતિની જોતા તેમાં વધારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્હીઃ બજાજ ઓટોએ ભારતમાં સૌથી વધારે વેચાતી મોટરસાઇકલ પલ્સર 150ની કિંમત વધારી દીધી છે. બજાજ પલ્સર 150નું બીએસ 6 મોડલ ચાલુ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયું હતું. હવે તેની કિંમત 96,960 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી)થી વધીને 97,958 રૂપિયા થઈ ગઈ છે. બજાજ પલ્સર 150 બીએસ6ની કિંમતમાં 1025 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ ભાવ વધારા પાછળ કોઈ કારણ નથી જણાવ્યું. પરંતુ માર્કેટની સ્થિતિની જોતા તેમાં વધારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ઈનપુટ ખર્ચમાં વધારો થતાં કંપનીએ આ ફેંસલો લીધો છે. પલ્સર 150 સૌથી વધારે પોપ્યુલર મોટરસાયકલ છ. બજાજ પલ્સર બીએસ 6ને પહેલા કરતાં વધારે સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તેને નવા ગ્રાફિક્સ સાથે બજારમાં ઉતારવામાં આવી છે. તેના ફ્રન્ટમાં 260 એમએમની ડિસ્ક બ્રેક તથા પાછળના હિસ્સામાં 130 એમએમ ડ્રમ બ્રેક આપવામાં આવી છે. 149.5 સીસી પાવરની સાથે ફોરસ્ટ્રોક સિંગલ સિલિન્ડરમા ઉપલબ્ધ બાઇકમાં 13.8 બીએચપી પાવર અને 13.4 એનએમનો ટોર્ક મળશે. એફઆઈ સિસ્ટમને બજાજ ઓટો દ્વારા વિકસિત કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેનાથી બાઇકમાં સીમલેસ પાવર મળશે. આ ઉપરાંત બાઇકમાં ટચ સ્ટાર્ટ સિસ્ટમ અને શ્રેષ્ઠ માઇલેજ પણ મળશે. પલ્સર 150 બીએસ6 માર્કેટમાં બે કલર ઓપ્શનન બ્લેક ક્રોમ અને બ્લેક રેડમાં ઉપલબ્ધ છે. સચિન પાયલટ કહેતો હતો- 'હું રિંગણ વેચવા નથી આવ્યો': CM અશોક ગેહલોત