Bajaj Pulsar: બજાજ ઓટો ભારતીય બજારમાં તેની નવી પલ્સર લોન્ચ કરી શકે છે. આ બાઈક આ તહેવારોની સિઝનમાં 16 ઓક્ટોબરે લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નવી બાઈક Bajaj Pulsar N125 હોઈ શકે છે. બાઇક નિર્માતાની N સિરીઝે પણ બજારમાં સફળતા હાંસલ કરી છે. આ સાથે, આ સીરીઝની બાઈક સૌથી વધુ સસ્તી મોટરસાઈકલની શ્રેણીમાં આવે છે.
બજાજની નવી બાઇકમાં શું હશે ખાસ?
બજાજ તેની નવી પલ્સરને મજેદાર, ચપળ અને શહેરી બાઇક તરીકે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બાઇક ઓછી ક્ષમતા સાથે આવી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ Pulsar N125 હોઈ શકે છે. બજાજની આ નવી બાઇકમાં LED DRLs પ્રોજેક્ટર લેન્સ હેડલેમ્પ સાથે મળી શકે છે. આ ઉપરાંત બાઇકમાં ટ્વિન-સ્પોક એલોય વ્હીલ્સ પણ આપવામાં આવી શકે છે.
પલ્સર N125ની વિશેષતાઓ
Bajaj Pulsar N125 બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલથી સજ્જ થઈ શકે છે. કંપની આ બાઇકમાં સ્પ્લિટ સીટ આપી શકે છે. બાઇકના પાછળના ભાગમાં એલઇડી લાઇટનો પણ ઉપયોગ કરી શકાય છે. નવી બજાજ પલ્સર 125 સીસી, સિંગલ સિલિન્ડર મોટર સાથે આવી શકે છે, જે 5-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલી હોઈ શકે છે. આ બાઇકના ટોપ વેરિઅન્ટમાં સિંગલ-ચેનલ ABS મળી શકે છે.
બજાજ પલ્સર હરીફ બાઇક્સ
ભારતીય બજારમાં બજાજ પલ્સર 125 ડિસ્કની એક્સ-શોરૂમ કિંમત 92,883 રૂપિયાથી શરૂ થાય છે. જોવાનું રહેશે કે જો આ બાઇક N સીરીઝમાં આવે છે તો તેનું નવું મોડલ કઈ રેન્જમાં માર્કેટમાં આવશે. Bajaj Pulsar N 125 લૉન્ચ થતાંની સાથે જ ઘણી બાઈકને ટક્કર આપી શકે છે. આ મોટરસાઇકલ Hero Xtreme 125R, TVS Raider 125 અને Bajaj Freedom 125 CNGની હરીફ બની શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, આ નવી બાઈક Bajaj Pulsar N125 હોઈ શકે છે. બાઇક નિર્માતાની N સિરીઝે પણ બજારમાં સફળતા હાંસલ કરી છે. આ સાથે, આ સીરીઝની બાઈક સૌથી વધુ સસ્તી મોટરસાઈકલની શ્રેણીમાં આવે છે.
Car loan Information:
Calculate Car Loan EMI