Mahindra Thar Sales Report: ઓટોમોબાઇલ ક્ષેત્રમાંથી મોટી ખબર સામે આવી છે, કાર ઉત્પાદક કંપની મહિન્દ્રાની Mahindra Thar લૉન્ચ થઈ ત્યારથી, આ SUV ભારતીય ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે. તમે તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેણે સ્થાનિક બજારમાં 2 લાખ યૂનિટના વેચાણનો મોટો આંકડો પાર કર્યો છે. થાર રૉક્સનું લેટેસ્ટ લૉન્ચ પણ આ સેલમાં સામેલ છે.


સિયામ ઇન્ડસ્ટ્રીના હૉલસેલ ડેટા અનુસાર ઓક્ટોબર 2024ના અંત સુધીમાં મહિન્દ્રા થાર અને થાર રૉક્સનું કુલ વેચાણ 2 લાખ 7 હજાર 110 યૂનિટ છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2020માં મહિન્દ્રા થારને લૉન્ચ થયાને 4 વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષોમાં થારમાં કુલ 2 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ થયું છે.


કયા ફાઇનાન્શિયલ ઇયરમાં કેટલું થયુ સેલિંગ ?  
મહિન્દ્રા થારે નાણાકીય વર્ષ મુજબ કેટલા વેચાણ કર્યા છે. નાણાકીય વર્ષ 2021 માં થાર એ SUV ના કુલ 14 હજાર 186 યૂનિટ વેચ્યા હતા. નાણાકીય વર્ષ 2022માં થારને કુલ 37 હજાર 844 ગ્રાહકો મળ્યા. આ સિવાય થારમાં 2023માં કુલ 47 હજાર 108 યૂનિટનું વેચાણ થયું હતું. નાણાકીય વર્ષ 2024 માં મહિન્દ્રા થારને કુલ 65 હજાર 246 ગ્રાહકો મળ્યા, જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2025 મહિના દરમિયાન થાર અને થાર રૉક્સને કુલ 42 હજાર 726 નવા ગ્રાહકો મળ્યા હતા.


Mahindra Thar નું પાવરટ્રેન 
મહિન્દ્રા થારની પાવરટ્રેન વિશે વાત કરીએ તો, તે ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે આવે છે. આ SUVમાં TGDi સાથે 2.0-લિટર mStallion ટર્બો પેટ્રૉલ એન્જિન છે. આ એન્જિન સાથે મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે. આ એન્જિન 112 kW નો પાવર આપે છે. આ કાર મેન્યૂઅલ ટ્રાન્સમિશન સાથે 300 Nm ટોર્ક અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 320 Nm ટોર્ક જનરેટ કરે છે.


મહિન્દ્રા થાર 1.5-લિટર mHawk ટર્બો ડીઝલ એન્જિનથી પણ સજ્જ છે. આ એન્જિન 87.2 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે. આ SUV 2.2-લિટર mHawk ટર્બો ડીઝલના વિકલ્પ સાથે પણ આવે છે, જે 97 kW પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે.


આ પણ વાંચો


Tata Altroz Racer પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જાણો ડિસ્કાઉન્ટ બાદ કેટલા રૂપિયામાં મળશે?


                                                                     


Car loan Information:

Calculate Car Loan EMI