Tesla India First Showroom: એલન મસ્કની કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ગ્રાહકોમાં પણ આ કંપનીની કારનો ઘણો ક્રેઝ છે. ટેસ્લાએ ભારતમાં તેના શોરૂમ માટે જગ્યા નક્કી કરી લીધી છે. આ શોરૂમનું માસિક ભાડું જાણીને તમને આઘાત લાગશે.


HT.com ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્લા મુંબઈના બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં મેકર મેક્સિટીમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે, જેનું માસિક ભાડું 35 લાખ રૂપિયા હશે. આ કાર શોરૂમ લગભગ 3 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે અને મેકર મેક્સિટીમાં કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. આ સ્થળે કાર પાર્કિંગની પણ વ્યવસ્થા હશે. બીકેસી દેશનું સૌથી મોંઘુ કોમર્શિયલ રિયલ એસ્ટેટ હબ છે.


દિલ્હીમાં ક્યાં ખુલશે શૉરૂમ ? 
ટેસ્લા ફક્ત મુંબઈમાં જ નહીં પણ દિલ્હીમાં પણ શોરૂમ ખોલશે, જેનું કદ મુંબઈ કરતા મોટું હશે. દિલ્હી શોરૂમ માટે ટેસ્લાએ 4000 ચોરસ ફૂટ જગ્યા અનામત રાખી છે, જેનું ભાડું દર મહિને 25 લાખ રૂપિયા છે. કંપની દિલ્હીમાં એરપોર્ટ નજીક બ્રુકફિલ્ડ પ્રોપર્ટી સ્થિત એરોસિટી વિસ્તારમાં એક શોરૂમ ખોલશે.


ભારતમાં શું હશે ટેસ્લા કારોની કિંમત 
હાલમાં, અમેરિકામાં સૌથી સસ્તી ટેસ્લા મૉડેલ 3 ની કિંમત ફેક્ટરી સ્તરે લગભગ US$35,000 (આશરે રૂ. 30.4 લાખ) છે. જો ભારત સરકાર તેની આયાત ડ્યુટી ૧૫-૨૦ ટકા ઘટાડે તો પણ રોડ ટેક્સ, વીમા જેવા અન્ય ખર્ચને કારણે તેની ઓન-રોડ કિંમત ૪૦,૦૦૦ યુએસ ડોલરની આસપાસ થશે, જે ભારતીય ચલણમાં લગભગ ૩૫-૪૦ લાખ રૂપિયા જેટલી થાય છે.


બ્રૉકરેજ ફર્મ CLSA દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ, ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની કિંમત ઓછામાં ઓછી 35-40 લાખ રૂપિયાની વચ્ચે હશે. જો સરકાર આયાત ડ્યુટીમાં 20 ટકાનો ઘટાડો કરે તો પણ તેની કિંમતો પર કોઈ ખાસ અસર નહીં પડે.


આ પણ વાંચો


4 સેકન્ડથી પણ ઓછા સમયમાં 100 kmph ની સ્પીડ, Porsche ની આ ઇલેક્ટ્રિક કાર છે સૌથી ફાસ્ટ EV


                                                                                                                                                                                          


Car loan Information:

Calculate Car Loan EMI