BMW XM Price and Features: લક્ઝરી કાર ઉત્પાદક BMWએ દેશમાં તેની નવી ફ્લેગશિપ SUV XM લોન્ચ કરી છે. આ નવી કાર કંપનીએ સપ્ટેમ્બર 2022માં રજૂ કરી હતી. ભારતમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 2.60 કરોડ રૂપિયા છે. આ કાર પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે. પ્લગ-ઇન હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે માર્કેટમાં લોન્ચ થનારી આ પહેલી M બ્રાન્ડની SUV હશે. BMW આવતા વર્ષે મે મહિનામાં આ નવી કારની ડિલિવરી શરૂ કરશે.


કેવી છે પાવરટ્રેન?


BMW XMમાં ખૂબ જ શક્તિશાળી 4.4-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 653 bhpનો મહત્તમ પાવર અને 800 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ એન્જિન તમામ વ્હીલ્સને પાવર પુરો પાડે છે. આ સાથે જ 25.7 kWhની બેટરી પેક ક્ષમતા સાથે પ્લગ-ઇન હાઇબ્રિડ સિસ્ટમ પણ આપવામાં આવી છે.


આ કાર EV મોડ પર પણ ચાલી શકે છે


આ કારને પણ સંપૂર્ણપણે ઈવીની જેમ ચલાવી શકાય છે. જેમાં તે 88 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. તેની બેટરી ચાર્જ કરવા માટે 7.4 kW AC ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. આ કારને 0 થી 100 કિમીની સ્પીડ પકડવામાં માત્ર 4.3 સેકન્ડનો સમય લાગે છે. આ કાર મહત્તમ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.


શું છે કારની વિશેષતા? 


લક્ઝરી SUVમાં 23-ઇંચના એલોય વ્હીલ્સ, ગોલ્ડ એક્સેન્ટ સાથે મોટી કિડની ગ્રિલ, વર્ટિકલ સ્ટાઇલ એક્ઝોસ્ટ અને સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ છે. બીજી તરફ જો તેના ફીચર્સ પર નજર કરીએ તો તેમાં 14.9-ઇંચ ટચસ્ક્રીન, હરમન કાર્ડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફોર-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ADAS ટેક્નોલોજી અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા ફીચર્સ છે.


કોની સાથે સ્પર્ધા?


આ નવી BMW કાર ભારતીય બજારમાં લેમ્બોર્ગિની Urus સાથે ટક્કર લઈ શકે છે. કારમાં 4-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન છે, જે 650 PS પાવર અને 850 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ કાર 305 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI