નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષની શરૂઆત થવાની સાથે જ ભારતીય નાગરિકોના માથે કેટલાક ખર્ચોઓમાં વધારાનો ભાર આવવાનો છે. 1 એપ્રિલ 2022થી એક વખત ફરીથી કાર માર્કેટ મોંઘુ થઇ રહ્યું છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ માઠા સમાચાર છે, કેમ કે BMW, ટોયોટા, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કંપનીઓ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની છે. આ તમામ કંપનીઓનું કહેવું છે કે કાચા માલની વધતી કિંમતો તેમના પર બોજ વધારી રહી છે. જાણો કઇ કાર થઇ શકે છે મોંઘી....... 


1.BMWની કાર 3.5% સુધી મોંઘી થશે- 
BMWએ જણાવ્યું કે તે પોતાની કારની એક્સ-શોરૂમ કિંમતમાં 3.5%નો વધારો કરશે. કિંમત વધવા પાછળનું કારણ મટિરિયલ અને લોજિસ્ટિક કોસ્ટ, પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને એક્સચેન્જ રેટ્સનું મોંઘું થવું છે. ભારતમાં અત્યારે BMW ઈન્ડિયાની 2 સિરીઝ ગ્રેન કૂપે, 3 સિરીઝ ગ્રેન લિમોસિન સિરીઝ, 5 સિરીઝ , X1, X3 અને અન્ય સામેલ છે.


2. ટોયોટાની કાર 4% મોંઘી થશે- 
કંપની પોતાની કારની એક્સ-શોરૂમ કિંમતમાં 4% સુધીનો વધારો કરવાની છે. જાન્યુઆરી પછી આ બીજી વખત હશે જ્યારે કંપની પોતાની કારોની કિંમતમાં વધારો કરશે. ભારતમાં ટોયોટાની લાઈન-અપમાં નવી ગ્લાન્ઝા, અર્બન ક્રૂઝર, ઈનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર, કેમરી અને વેલફાયર જેવી લક્ઝરી MPV સામેલ છે.


3. મર્સિડીઝ બેન્ઝની કાર 3% મોંઘી થશે- 
લક્ઝરી કાર બનાવતી કંપની મર્સિડીઝ બેન્ઝ 1 એપ્રિલથી પોતાની કારની કિંમતમાં 3% વધારો કરશે. જાન્યુઆરી 2022માં કંપનીએ પોતાના કેટલાક સિલેક્ટેડ મોડલને 2% સુધી મોંઘા કર્યા હતા. ભારતમાં મર્સિડીઝ બેન્ઝની લાઈન અપમાં એ-ક્લાસ, લિમોસિન, ઈ-ક્લાસ, CLS, એસ-ક્લાસ, GLC, GLE અને GLS જેવી કાર સામેલ છે.


4. ઓડીની કાર 3% મોંઘી થશે- 
મોંઘા ઈનપુટ કોસ્ટની અસર ઓડીની કાર પર પણ થવાની છે. કંપની પોતાની કારને 3% મોંઘી કરશે. જાન્યુઆરી 2022માં પણ કંપનીએ કારની કિંમત 3% સુધી વધારી હતી. ભારતમાં ઓડીની લાઈનઅપમાં A4, A6, A8, Q5, ઈ ટોર્ન જેવા મોડલ સામેલ છે.


આ પણ વાંચો......... 


ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે


હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી


Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ


પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર


Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો


Car loan Information:

Calculate Car Loan EMI