Union Budget 2021: તમામ પ્રકારના વાહનો જેમાં કાર, ટુવ્હીલર, બસ, ટ્રક, ટ્રેક્ટર ખરીદનારા લોકો માટે બજેટથી સારા સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં વાહનોની કિંમત 1-3 ટકા સુધી ઘટી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂની કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. નાણામંત્રીએ કહ્યું હતું કે પર્સનલ વેહિકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવાં પડશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી મહિનાથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ઓટો સેક્ટરને રાહત આપવાનો છે. આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે, જે બાદ એક પ્રમાણપત્ર મળશે. માનવામાં આવે છે કે નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે. આ સાથે જ એનાથી દેશમાં મોટે પાયે ભંગાર કેન્દ્ર બની જશે. એનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે, સાથે જ ઓટોમોબાઈલ સેક્ટરને રિસાઇકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટ્સ મળી શકશે.

ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે. ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.


Car loan Information:

Calculate Car Loan EMI