Citroen Basalt: ભારતીય માર્કેટમાં કાર મેન્યુફેક્ચરિંગ કંપની Citroen ટૂંક સમયમાં તેની નવી SUV લોન્ચ કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ સિટ્રોન બેસેલ્ટ દેશમાં 2 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં કંપનીએ આ કારનું ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ આવનારી SUV ટાટાની નવી કાર કર્વ જેવા વાહનોને સીધી સ્પર્ધા આપવામાં પણ સક્ષમ હશે.





માહિતી અનુસાર, Citroenની આ અપકમિંગ કારમાં AC યુનિટની સાથે 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવશે. આ સિવાય કારમાં લેધરેટ સીટ, ટોગલ સ્વિચ સાથે ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા શાનદાર ફીચર્સ જોવા મળશે. તેમજ આ નવી કારમાં ઘણા નવા આધુનિક ફીચર્સ જોવા મળશે જેથી આ કાર ટાટાની નવી કાર કર્વ જેવા વાહનોને સીધી સ્પર્ધા આપવામાં પણ સક્ષમ હશે. 


આ કારનો પાવર અને એન્જિન 


હવે આ કારના એન્જિનની વાત કરીએ તો માનવામાં આવે છે કે આ કારમાં 1.2 લીટર 3 સિલિન્ડર ટર્બો એન્જિન આપવામાં આવી શકે છે. આ એન્જિન મહત્તમ 110 PS પાવર અને 190 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ હોઈ શકે છે. આમ આ મેન્યુઅલ આને ઓટોમેટિક બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. 


એટલું જ નહીં, માહિતી અનુસાર, કંપની તેના C3 Aircross અને C5 Aircross વચ્ચે Citroen Baselltને મૂકી શકે છે. આ ઉપરાંત, કંપનીની EC3 ઇલેક્ટ્રિક કાર પણ દેશમાં તેના પોર્ટફોલિયોમાં સામેલ છે.


જાણો આ કારની કિંમત કેટલી હશે


તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે હાલમાં કંપનીએ તેની આગામી કારની કિંમતો વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ કારને 10 થી 12 લાખ રૂપિયાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે બજારમાં ઉતારી શકે છે. લોન્ચ થયા બાદ આ કાર આગામી ટાટાની નવી કાર Tata Curvv જેવા વાહનોને સીધી સ્પર્ધા પણ આપી શકશે. આ કાર ભારતીય બજારમાં 2 ઓગસ્ટ, 2024ના રોજ લોન્ચ થશે.


Car loan Information:

Calculate Car Loan EMI