Maruti Suzuki: જુલાઈ 2023 ના મહિનામાં ઓટોમેકર મારુતિ સુઝુકી તેના એરીના લાઇન અપના પસંદગીના મોડલ પર ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તો ચાલો જાણીએ કે કંપની કયા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 


મારુતિ સુઝુકી અલ્ટો 800 


કંપનીએ હવે આ કારનું પ્રોડક્શન બંધ કરી દીધું છે અને હવે ડિસ્કાઉન્ટ બાકીના સ્ટોક સુધી જ મળશે. આ કારના વેરિઅન્ટના આધારે 30,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તેમાં 799 સીસી એન્જિન  સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. આ ઓફર તેના CNG મોડલ પર પણ ઉપલબ્ધ છે. 





મારુતિ સુઝુકી અલ્ટો K10


Alto K10 સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર આધારિત છે અને તેમાં 1.0-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. કંપની આ કાર પર 50,000 રૂપિયાથી 60,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.





મારુતિ સુઝુકી એસ પ્રેસો


મારુતિ એસ પ્રેસોને પણ અલ્ટો K10 જેવું જ 1.0-લિટર એન્જિન અને બે ગિયરબોક્સની પસંદગી મળે છે. સાથે જ તેમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ કાર પર 55,000 રૂપિયાથી લઈને 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 





મારુતિ સુઝુકી વેગન આર 


મારુતિ સુઝુકી વેગન આરના તમામ વેરિયન્ટ્સ પર રૂ. 45,000 થી રૂ. 60,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. વેગન આરને 1.0-લિટર અને 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે CNG પાવરટ્રેન વિકલ્પ પણ મળે છે. તે દેશની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે.




મારુતિ સુઝુકી સેલેરિયો 


મારુતિ સેલેરિયોના મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ્સ પર લગભગ રૂ. 65,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જ્યારે તેના ઓટોમેટિક વર્ઝન પર 35,000 રૂપિયા અને CNG વેરિઅન્ટ પર 65,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સની પસંદગી સાથે 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન મળે છે.




મારુતિ સુઝુકી સ્વિફ્ટ


મારુતિ  સ્વિફ્ટમાં 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન છે, જેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટ પર લગભગ 45,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ઓટોમેટિક વેરિઅન્ટ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જ્યારે તેના CNG વર્ઝન પર 25,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.





મારુતિ સુઝુકી Eeco 


Maruti Suzuki Eeco MPV પર આ મહિને રૂ. 39,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે તેના CNG અને કાર્ગો વેરિઅન્ટ્સ પર રૂ. 38,000 સુધીની ઑફર આપવામાં આવી રહી છે. Maruti Eecoમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 73hpનો પાવર જનરેટ કરે છે. તેમાં 5 અને 7 સીટિંગ લેઆઉટનો વિકલ્પ છે.





મારુતિ સુઝુકી ડિઝાયર 


મારુતિ ડિઝાયરના ઓટોમેટિક અને મેન્યુઅલ બંને વેરિઅન્ટ પર રૂ. 17,000ની ઑફર્સ ઉપલબ્ધ છે, પરંતુ તેના CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી. તેમાં 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન છે, જે 90hpનો પાવર જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.




 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial 


Car loan Information:

Calculate Car Loan EMI