Bajaj Platina 110
બજાજ ઓટો પ્લેટિના 110 પર 2800 રૂપિયાની છૂટ આપી રહી છે. આ ઉપરાંત ગ્રાહક 7226 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને બાઇક ઘરે લઇ આવી શકે છે. આ બાઇક પર ગ્રાહકોને 6.99 ટકાના વ્યાજદરે ફાયનાન્સનો વિકલ્પ પણ મળી રહ્યો છે.
Hero Super Splendor
જો તમે બજાજ સ્પ્લેન્ડર બાઇક ખરીદવા માંગતા હો તો 3100 રૂપિયા સુધીનું ફેસ્ટિવ કેશ ડિસ્કાઉન્ટ મળશે. તેમાં 2100 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું એક્સચેન્જ ટોપ અપ સામેલ છે. આ ઉપરાંત ગ્રાહક બાઇકને 4999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લઈ આવી શકે છે. આ ઉપરાંત પેટીએમ દ્વારા ચૂકવણી કરનારા ગ્રાહકોને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
Pulsar 125 Neon
જો તમે Pulsar 125 Neon અને Pulsar 125 Split Seat બાઇક તહેવારની સીઝનમાં ખરીદવા માંગતા હો તો 3000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. કસ્ટરમર્સ આ મોટર સાઇકલને 8580 રૂપિયાના આકર્ષક ડાઉન પેમેન્ટ પર ઘરે લઈ આવી શકે છે. આ ઉપરાંત તમામ પલ્સર મોડલ્સના ફાયનાન્સ પર 12000 રૂપિયા સુધી બચતની ઓફર છે.
TVS Sport
તહેવારની મોસમમાં ટીવીએસ સ્પોર્ટ બાઇક 11,111 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી શકાય છે. તેના પર 100 ટકા લોનની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રાહક 1,555 રૂપિયાના માસિક ઈએમઆઈ પર પણ ખરીદી શકે છે.
Honda H'Ness CB 350
હોન્ડાની નવી રેટ્રો મોટર સાઇકલ Honda H'Ness CB 350 પર ગ્રાહકોને 43 હજાર રૂપિયા સુધી બચતની ઓફર મળી રહી છે. કસ્ટમર આ મોટર સાઇકલની ઓન રોડ કિંમત પર 100 ટકા સુધીનું ફાયનાન્સ મેળવી શકે છે. ફાયનાન્સ સ્કીમ અંતર્ગત કસ્ટમર 43 હજાર સુધીની બચત કરી શકે છે. 4999 રુપિયા ઈએમઆઈ ભરીને બાઇકને ખરીદી શકાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI