EQCમાં બે ઈલેક્ટ્રિક મોટર છે. જેનો પાવર 400bhp અને 765nm થી વધારે છે. પેટ્રોલ-ડીઝલ કારની તુલનામાં ઘણી ફાસ્ટ છે, કારણકે તેમાં ઈંસ્ટેંટ પાવર અને ટોર્ક છે. શિયાળામાં એન્જિન ગરમ થવામાં સમય લાગે છે પરંતુ EQCમાં આમ થતું નથી. બારીની નીચે કરવાથી તેનું એન્જિન કેટલું શાનદાર છે તે ખબર પડે છે.
ઈલેક્ટ્રિક કાર ચલાવતાં હોઈએ ત્યારે તેની રેંજ ખૂબ મહત્વની છે. એક વખત ચાર્જ કર્યા બાદ EQC 450 KM ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડીલરશિપથી 10 કિમી ચલાવ્યા બાદ અમને કાર 360 કિમી પ્લસ મળી. 10-15 કિમી ટૂંકી રાઇડ સાથે બે દિવસ માટે 70 કિલોમીટર સુધી કાર તલાવ્યા બાદ 220 કિમી પ્લસ જોવા મળ્યું હતું. એક વખત ચાર્જ કર્યા બાદ આપવામાં આવતી રેંજ તેનો એકમાત્ર જવાબ છે.
ઈવીએસની જેમ મર્સિડીઝ તમારા ઘરમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. પરંતુ તમારે તમારી કારને એક પ્લગ પોઇન્ટની પાસે અથવા ગેરેજમાં રાખવી પડશે. આ કારમાં પાંચ વર્ષની બેટરી અને આઠ વર્ષનું બેટરી કવર પણ છે.
ઇલેક્ટ્રિક વ્હીકલના રૂપમાં તે અન્ય કારોથી અલગ પડે છે. ઈન્ટીરિયરમાં એર કોન વેંટ્સ કે અપહોલ્સ્ટ્રીની જેમ ટક હોય છે. EQC ફેમિલી કાર છે, જે અપેક્ષાથી વધારે લક્ઝરી છે. તેને ચલાવવી સરળ છે. ગ્રાઉન્ડ ક્લીયરન્સ એકદમ નીચું હોવાથી સ્પીડ બ્રેકર કે ખરાબ સડકો પર જતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. જઆ એક લક્ઝરી કાર છે, જે કેટલાક લોકોને જ પરવડશે.
Car loan Information:
Calculate Car Loan EMI