GSTમાં ઘટાડો
દેશમાં ઈલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યાં છે. સરકાર તરફથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો પર GSTનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. વિદ્યુત મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે સર્વિસ તરીકે વીજળીના વેચાણને મંજૂરી આપી દીધી છે. જ્યારે ચાર્જિંગના બુનિયાદી ઢાંચામાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે એક મોટું પ્રોત્સાહન પ્રદાન કરશે.
પ્રદુષણમાં આવશે ઘટાડો
WHOએ હાલમાં કરેલા અધ્યયન અનુસાર દુનિયાના 20 સૌથી પ્રદુષિત શહેરોમાંથી 14 ભારત છે. ઈલેક્ટ્રિક વાહન શહેરોમાં પ્રદુષણ ઓછું કરવામાં મદદ કરશે. ઇલેક્ટ્રિક વાહન ગ્રીન પાવર પર ચાલે છે. એટલે તે દર વખતે 15 ગણું ઓછું CO2 ઉત્પાદન કરશે. એવામાં પ્રદુષણમાં પણ ઘટાડો લાવવા માટે ઈલેક્ટ્રિક વાહન મોટું યોગદાન આપી શકે છે.
રોજગારી
એક રિપોર્ટના અનુમાન અનુસાર 2050 સુધી લગભગ 2 મિલિયન ( 20 લાખ)થી વધુ નોકરીઓ ઈલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ પર સ્વિચ કરવા પર ભારત માટે પૈસાની બચત થશે.
Car loan Information:
Calculate Car Loan EMI