હીરોની મોટરસાઇકલ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમને ભારતના લગભગ દરેક ગામમાં હીરોના સ્પ્લેન્ડર પ્લસ ચોક્કસપણે જોવા મળશે. આ જ કારણ છે કે હીરો સ્પ્લેન્ડર પ્લસ ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી બાઇક બની ગઈ છે. આ મોટરસાઇકલના 30 દિવસમાં 2 લાખથી વધુ યુનિટ વેચાયા છે. તમે વિચારતા જ હશો કે આ બાઈકમાં એવું શું ખાસ છે કે તેને આટલી પસંદ કરવામાં આવી રહી છે?
80.6km/l માઈલેજ
હીરો સ્પ્લેન્ડર પ્લસને તેની કિંમત, સ્ટાઈલ અને માઈલેજ માટે ઘણો પ્રેમ મળે છે. તેના માઇલેજ વિશે વાત કરીએ તો, Hero Splendor Plus બાઇક તમને 80.6km/l ની માઇલેજ આપે છે, જે ARAI (ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા પ્રમાણિત છે. આ જ કારણ છે કે 2022ના જાન્યુઆરી મહિનામાં હીરોની સ્પ્લેન્ડર પ્લસ બાઇકની સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે કંપનીએ જાન્યુઆરી 2021માં આ બાઇકના 2,25,382 યુનિટ વેચ્યા હતા. તે જ સમયે, Hero MotoCorpએ જાન્યુઆરી 2022 માં સ્પ્લેન્ડર પ્લસના 2,08,263 યુનિટ્સ વેચ્યા છે. આ આંકડો ભલે ઓછો થયો હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જાન્યુઆરી 2022માં જાન્યુઆરી 2021ની સરખામણીમાં ઓછું વેચાણ થયું છે, તેમ છતાં આ બાઇક સૌથી વધુ વેચાઈ છે. તેની નજીક પણ કોઈ બાઇક નથી.
97.2cc એન્જિન
તેના એન્જિન વિશે વાત કરીએ તો, હીરો સ્પ્લેન્ડર પ્લસમાં સિંગલ સિલિન્ડર 97.2cc એન્જિન મળે છે. તે ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજી પર આધારિત છે. આ એન્જિન 8.02psનો પાવર અને 8.05Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. Hero Splendor Plus બાઇકના 4 વેરિયન્ટ બજારમાં ઉપલબ્ધ છે.
કિંમત અને સ્પર્ધા
કિંમત વિશે વાત કરીએ તો આ હીરો સ્પ્લેન્ડરની કિંમત 65,610 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટમાં 70,790 રૂપિયા સુધી જાય છે. માર્કેટમાં તે હોન્ડા શાઈન, ટીવીએસ સ્ટાર સ્પોર્ટ અને બજાજ પ્લેટિના જેવી બાઈક સાથે સ્પર્ધા કરે છે.
Car loan Information:
Calculate Car Loan EMI