નવી દિલ્હી: ટૂ વ્હીવર નિર્માતા કંપની હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ Activa 125 BS6માં કેટલીક ટેક્નિકલ ખામી સામે આવતા તેને પરત મંગાવી છે. કંપનીએ Activa 125 BS6 સ્કૂટરને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યું હતું. હવે તેમાં ખામી હોવાનું સામે આવતા પરત મંગાવી છે.


કંપનીનું કહેવું છે કે, ખરાબ કૂલિંગ ફેન કવર અને ઓઈલ ગેજના કારણે એક્ટિવા સ્કૂટર્સને પરત મંગાવવામાં આવી રહી છે. તે સિવાય કંપનીએ જણાવ્યું કે સ્કટરના ઓનરને મેન્યૂઅલી અપડેટ પણ કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યું કે, ગ્રાહકોને ફ્રીમાં પાર્ટ્સ બદલી આપવામાં આવશે. એક્ટિવાની ચેક કરવા અને તેના પાર્ટ્સને બદલા માટે માત્ર 30 મિનિટનો સમય લાગશે. જો કે આ ટેક્નિકલ ખામીના કારણે સ્કૂટર પર શું અસર પડશે તે અંગે કંપનીએ જણાવ્યું નથી.

એક્ટિવા રિકોલ લિસ્ટમાં તમારું સ્કૂટર છે કે નહીં , તે ચેક કરવા માટે કંપનીની વેબસાઈટ પર જઈને તમે ચેક કરી શકો છો. વેબસાઈટ પર જઈને વ્હીકલ આઈડેટિફિકેશન નંબર નાખવો પડશે. જો તમારી એક્ટિવા રિકોલ લિસ્ટમાં હશે તો તમારે સર્વિસ સેન્ટરમાં જવું પડશે.

Car loan Information:

Calculate Car Loan EMI