BS-6 Honda Civic ડીઝલની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત આ પ્રકારે છે
Civic Diese VX MT: 20,74,900 રૂપિયા
Civic Diese ZX MT: Rs 22,34,900 રૂપિયા
હોન્ડા કોર્સ ઈન્ડિયાના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર, માર્કેટિંગ અને સેલ્સ, રાજેશ ગોયલે કહ્યું કે હોન્ડા ભારતીય બઝારમાં પોતાની લેટેસ્ટ અને એડવાન્સ પર્યાવરણ અનુકૂળ ટેકનીકને લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારી લોકપ્રિય સેડાન હોન્ડા સિવિકના BS-6 ડીઝલ મોડલની શરૂઆત સાથે, અમારી પૂરી સેડાન શ્રૃખંલા અમારા ગ્રાહકોની માંગ પૂરી કરવા માટે પેટ્રોલ અને ડીઝલ બંનેની પસંદ રજૂ કરશે. ડીઝલ સિવિક મેન્યૂઅલ ટ્રાંસમિશનમાં ઉપલબ્ધ છે અને આ એક શાનદાર ડ્રાઈવિંગ અનુભવનો આનંદ લેતા ગ્રાહકોને આકર્ષિત કરશે.
એન્જીનની વાત કરવામાં આવે તો સિવિકમાં BS-6 અર્થ ડ્રીમ ટેક્નોલોજીવાળુ 1.6 લી i-DTEC ટર્બો ડીઝલ એન્જીન લાગ્યું છે જે 120 પીએસનો પાવર અને 300 એનએમ ટોર્ક આપે છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. નવી સિવિક BS-6 નું ડીઝલ મોડલ વીએક્સ અને જેડએક્સ ગ્રેડમાં ઉપલબ્ધ થશે. આ કાર 23.9 કિમી/લીટરની એવરેજ આપે છે.
ફીચર્સની વાત કરવામાં આવે તો નવી સિવિક એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો અને 17.7 સેમી ડિજિટલ ટીએફટી મીટર સાથે 17.7 સેમી ટચ સ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે. તેમાં ઈલેક્ટ્રિક સનરૂફ, ડીઆરએલ સાથે એલઈડી હેડલેમ્પ, એલઈડી ફોગ લેમ્પ અને એલઈડી ટેલ લેમ્પ મળે ચે. આ સિવાય તેમાં 17 ઈંચ એલોય વ્હીલ, પુશ સ્ટાર્ટ, સ્માર્ટ એન્ટ્રી, ડ્યૂઅલ-જોન ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, 8-વે પાવર ડ્રાઈવર સીટ, ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને મલ્ટી- એન્ગલ રિયરવ્યૂ કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 6 એરબેગ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, EBD,બ્રેક અસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
હ્યૂન્ડાઈએ હાલમાં જ પોતાની એક્સક્લૂઝિવ સેડાન કાર Elantra નું BS6 ડીઝલ મોડલ લોન્ચ કર્યું છે. કંપનીના BS6 Hyundai Elantra ડીઝલ બે મોડલ SX MT અને SX (O) AT માં રજૂ કરવામાં આવ્યું છે. તેની કિંમક ક્રમશ: 18.70 લાખ અને 20.65 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
હ્યૂન્ડાઈ Elantra ડીઝલમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5-લીટર એન્જીન આપ્યું છે જે 113 bhp નો પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેના Elantra SX MT મોડલમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને Elantra SX (O) AT મોડલમાં 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.
Car loan Information:
Calculate Car Loan EMI